પાકિસ્તાનની અડિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને છેલ્લા કેટલાય સમયથી તેમના પરિવારને નથી મળવા દીધા. આ મામલાને લઇને ઇમરાન ખાનના નાના દિકરા કાસિમ ખાને એક સાર્વજનિક અપીલમાં શહેબાઝ શરીફની સરકાર પર પોતાના પિતાને પૂરી રીતે અલગ થલગ રાખવા અને પરિવારની પહોંચથી દૂર કરવાનો આરોપ લગાવ્યો છે.
કાસિમે જણાવ્યુ કે ઇમરાન ખાન 845 દિવસથી જેલમાં છે અને હવે તે 6 અઠવાડિયાથી મોતની સજા વાળી કોઠરીમાં બંધ છે. પૂર્વ ક્રિકેટ સ્ટાર અને રાજનેતા ઇમરાની ખાનને અનેક મામલે જેલની સજા સંભળાવવામાં આવી છે.જે તેમની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી કહે છે કે તે રાજકીય રીતે પ્રેરિત છે.
‘જીવિત હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી’, કાસિમનું નિવેદન
તેમના પુત્રો કાસિમ અને સુલેમાન તેમની માતા જેમિમા ગોલ્ડસ્મિથ સાથે બ્રિટનમાં ઉછર્યા છે. તેઓ ભાગ્યે જ પાકિસ્તાની રાજનીતિ પર જાહેરમાં ટિપ્પણી કરતા હોય છે. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે પાકિસ્તાન સરકારે એક મહિના કરતાં વધુ સમયથી ઇમરાન ખાનને પરિવારજનોને મળવા પર અનૌપચારિક પ્રતિબંધ લગાવ્યો છે.
તમામ અદાલતી આદેશો છતાં મૂળભૂત અધિકારો આપવામાં આવતા નથી
કાસિમે જણાવ્યું કે ઇમરાન ખાનને તમામ અદાલતી આદેશો છતાં મૂળભૂત અધિકારો આપવામાં આવતા નથી. તેમણે લખ્યું તેમની બહેનોને મળવા દેવામાં આવી નથી. ન કોઈ ફોન, ન મુલાકાત, અને ન તો તેઓ જીવિત છે તેનો કોઈ પુરાવો. તેમણે કહ્યું, મારો અને મારા ભાઈનો અમારા પિતાની સાથે કોઈ સંપર્ક થયો નથી.
પાકિસ્તાન સરકાર પર આરોપ લગાવતા કાસિમે કહ્યું: આ સંપૂર્ણ બ્લેકઆઉટ કોઈ સુરક્ષા પ્રોટોકોલ નથી. આ તેમના હાલના પરિસ્થિતિઓ છુપાવવા અને અમારા પરિવારોને તે સુરક્ષિત છે કે નહીં તે જાણવાથી રોકવાની ઇરાદાપૂર્વકની કોશિશ છે.


