- પાકિસ્તાન સુપર લીગ 17 ફ્રેબ્રુઆરીથી શરૂ થશે
- ખેલાડીઓએ વિદેશી લીગ રમવા માટે કરી માંગ
- PCBએ NOC આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો
પાકિસ્તાનની ક્રિકેટ ટીમમા ધણી ઉથલપાથલ જોવા મળી રહી છે. પાકિસ્તાન ટીમના ખેલાડીઓ વિદેશી લીગ રમવા માટે બોર્ડ પાસે NOCની માંગ કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમને NOC આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. બોર્ડનું કહેવું છે કે પાકિસ્તાની ખેલાડીઓને પાકિસ્તાન સુપર લીગ (PSL) રમવા પર પોતાનો ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
આ તારીખથી PSLનો પ્રારંભ
પાકિસ્તાન સુપર લીગ આ મહિનાની 17 તારીખથી શરૂ થવા જઈ રહી છે. પાકિસ્તાનના ખેલાડીઓને BPL અને ILT20 લીગ રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી NOCની જરૂર છે. પરંતૂ બોર્ડ ઈચ્છે છે કે પાકિસ્તાનના તમામ મોટા ખેલાડીઓ PSLમાં રમે. આ કારણોસર બોર્ડે ખેલાડીઓને NOC આપવાલી માંગણી સ્વીકારી નથી. આ કારણોસર ખેલાડીઓ ટૂંક સમયમાં પાકિસ્તાન પરત ફરી શકે છે અને PSLમાં ભાગ લઈ શકે છે.
બોર્ડના નિર્ણયની ખેલાડીઓ પર અસર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આ નિર્ણયથી ખેલાડીઓ નારાજ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાકિસ્તાનના કેટલાક મોટા ખેલાડીઓ પણ બોર્ડ સાથેના રાષ્ટ્રીય કરારને રદ કરી શકે છે. ગઈકાલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે પણ આ વિવાદ પર નિવેદન આપ્યું હતું. પૂર્વ કેપ્ટને પણ પાકિસ્તાની ખેલાડીઓનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે તેમને NOC મળવી જોઈએ. જો ખેલાડીઓને બહારની લીગ રમીને પૈસા કમાવવાની તક મળે છે, તો તેમણે આ માટે NOC મેળવવી પડશે. હવે જોવાનું એ રહે છે કે બોર્ડના આ નિર્ણયની ખેલાડીઓ પર શું અસર પડે છે.


