ઓપરેશન સિંદૂરથી હચમચી ઉઠેલા પાકિસ્તાને ફરીથી ભારતને ઘૂંટણીયે પાડવાની તૈયારી દર્શાવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે અઝરબૈજાનના લાચિનમાં પાકિસ્તાન-તુર્કી-અઝરબૈજાન ત્રિપક્ષીય શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, અમે “બધા વિવાદોના ઉકેલ” માટે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે 28 મેના ભારત સાથે વાતચીત કરવાની ઇચ્છા દોહરવી છે અને કહ્યું કે, બંને પક્ષોએ સાથે બેસીને કાશ્મીર, પાણી અને આતંકવાદ સહિતના તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ. લાચિનમાં પાકિસ્તાન-તુર્કી-અઝરબૈજાન ત્રિપક્ષીય શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી ત્યારે તુર્કીયના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને અઝરબૈજાનના ઇલ્હમ અલીયેવ હાજર રહ્યા હતા.
એક જ સપ્તાહમાં શરીફનું બીજું નિવેદન
એક જ સપ્તાહમાં શાહબાઝનું આ બીજું નિવેદન જાહેરમાં સામે આવ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાનની વાતચીત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શરીફે 26 મી મેના સોમવારે તેહરાનમાં એમ કહ્યું હતું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન સાથે ફક્ત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરની વાપસી અને આતંકવાદના મુદ્દા પર જ વાટાઘાટો કરશે.
શાહબાજે નમ્રતા સાથે વાત કરવાની ફરજ પડી
લાચિનમાં ત્રિપક્ષીય શિખર સંમેલનમાં કહેવામાં આવ્યું હતું. “મેં પૂરી નમ્રતા સાથે કહ્યું છે કે, અમે આ ક્ષેત્રમાં શાંતિ ઇચ્છીએ છીએ. આ માટે, એવા મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ જેના ઉપર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે તે સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર અને કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ અનુસાર કાશ્મીરનો મામલો છે. શાહબાઝ શરીફે કહ્યું, મેં સંપૂર્ણ ગંભીરતાથી કહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પર પણ ભારત સાથે વાત કરવા તૈયાર છે. ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.