- યુનોમાં એકવાર ફરી 182 વોટ સાથે પાકિસ્તાન અસ્થાયી સદસ્ય થયું
- પાકિસ્તાને એકવાર ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
- પાકિસ્તાન અત્યાર સુધી આઠ વખત યુનોમાં હંગામી સભ્ય બની ચુક્યું છે
પાડોશી દેશ પાકિસ્તાન આખરે ગુરુવારે યુનોમાં અસ્થાયી સભ્ય તરીકે ચૂંટી લેવામાં આવ્યું છે. પાકિસ્તાનનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી 2025થી શરૂ થશે. અને તે આગામી બે વર્ષ સુધી યુએનએસસીનું સભ્ય રહેશે. 193 સદસ્યની મહાસભામાં પાકિસ્તાનને 182 વોટ મળ્યા હતા જે બે તૃતીયાંશ બહુમતના જરૂરી આંકડા 124થી વધુ છે.
ગુરુવારે જ પાકિસ્તાન સિવાય ડેનમાર્ક, ગ્રીન, પનામા અને સોમાલિયાને પણ સુરક્ષા પરિષદનું હંગામી સભ્ય તરીકે ચૂંટી લેવાયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફ્રાંસિસના નવા સભ્ય દેશોની જાહેરાત કરી છે. જે નવા સદસ્ય દેશ ચૂંટાયા છે. તે જાપાન, ઈક્વાડોર, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટર્ઝલેન્ડનું સ્થાન લેશે. આ દેશોનું સભ્યપદ 31 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. પાકિસ્તાન પહેલી જાન્યુઆરી 2025ના રોજ એશિયન સીટ પર કબ્જો જમાવેલા જાપાનનું સ્થાન અને આઠમી વાર યુએનએસસીનું અસ્થાયી સદસ્ય બનશે. 15 સભ્યોની પરિષદના સદસ્યના રૂપમાં પાકિસ્તાનની પ્રાથમિકતાઓ અને લક્ષ્યો અંગે પાકિસ્તાને જાણકારી આપી છે. ુનોમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમે કહ્યું કે દેશની પસંદગી યુનોના ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા પાકિસ્તાનની ક્ષમતાને પડકાર મળશે.
પાકિસ્તાન કેટલા સમયથી યુનોનું સભ્ય છે?
સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત અકરમે કહ્યું કે પાકિસ્તાન કાઉન્સિલના સામાન્ય ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે અન્ય સભ્ય દેશો સાથે મળીને કામ કરશે. આ દરમિયાન, તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અનુસાર સંઘર્ષને રોકવા અને તેમના શાંતિપૂર્ણ ઉકેલ માટે સંયુક્ત રીતે સહયોગ કરશે. આ પહેલા પાકિસ્તાન સાત વખત સુરક્ષા પરિષદનું સભ્ય રહ્યું હતું. હવે પાકિસ્તાન એવા સમયે યુએનએસસીમાં સામેલ થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં અશાંતિનો માહોલ છે.
યુનોમાં પાકિસ્તાનની ભૂમિકા શું ?
પાકિસ્તાને સુરક્ષા પરિષદના સભ્ય તરીકે ચૂંટાતાની સાથે જ ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. મુનીર અકરમે સંયુક્ત રાષ્ટ્રમાં તેમની પ્રાથમિકતાઓની ગણતરી કરી છે. આમાં શામેલ છે: પેલેસ્ટાઇન અને કાશ્મીરના લોકો માટે સ્વ-નિર્ધારણના સિદ્ધાંતને સમર્થન આપવું, દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું, આફ્રિકામાં સુરક્ષા પડકારોના ન્યાયી ઉકેલને પ્રોત્સાહન આપવું, અફઘાનિસ્તાનમાં સામાન્યકરણને પ્રોત્સાહન આપવું અને સંયુક્ત રાષ્ટ્રની શાંતિ રક્ષા કામગીરીને સમર્થન આપવું .


