- પાકિસ્તાનના શખ્સે માથાથી કોલ્ડ ડ્રિંકના કેન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
- કરાચીમાં મોહમ્મદ રાશિદ નામના શખ્સે 30 સેકન્ડમાં 39 કેન તોડી ગિનેજ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
- સોશિયલ મીડિયામાં આ શખ્સનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે
વિશ્વ વિક્રમ બનાવકા લોકો કેવા કેવા અખતરા કરતા હોય છે. જેના લીધે એ લોકોનું નામ વિશ્વમાં ચર્ચામાં રહેતું હોય છે. આજકાલ એક શખ્સ ખૂબ ચર્ચામાં છે. જે વિશ્વમાં કોઈએ નથી કર્યું એ આને કરી બતાવ્યું છે. આ શખ્સ પાકિસ્તાનમાં રહેવાસી છે. આ વ્યકિતએ માથેથી કોલ્ડ ડ્રિંકના કેન તોડીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. પાકિસ્તાની શખ્સે કરેલા કારનામાથી સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ શખ્સનું નામ મોહમ્મદ રાશિદ છે. તેના માટે માથેથી મેટલ કેન કચડીવું એક સરળ કામ છે. કારણ કે આ શખ્સ એક માર્શલ આર્ટ ટીચર છે. તાજેતરમાં તેને પોતાના માથેથી સૌથી વધુ કોલ્ડ ડ્રિંકના કેન ફોડીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેને 30 સેકન્ડમાં 39 કેન ફોડી આ રેકોર્ડ પોતાના નામે કરી નાખ્યો છે. આ અનોખું પરાક્રમ તેને ગત 19મેના રોજ કરાચીમાં કર્યું હતું. જેની જાહેરાત ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે હવે કરી છે.
કરાચીમાં વ્યકિતએ પરાક્રમ કર્યું
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ ઈન્સ્ટાગ્રામ પર મુહમ્મદ રાશિદના આ અનોખા રેકોર્ડનો વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક લાંબા ટેબલ પર કોલ્ડ ડ્રિંકના ઘણા કેન રાખવામાં આવ્યા છે અને મુહમ્મદ રાશિદ તેને એક પછી એક માથા વડે તોડી રહ્યા છે . તેમનો આ રેકોર્ડ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અનોખો રેકોર્ડ
આ વીડિયોને અત્યાર સુધીમાં 26 મિલિયન એટલે કે 2.6 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈ આ પાકિસ્તાની વ્યક્તિની ટેલેન્ટના વખાણ કરી રહ્યું છે, તો કોઈ પૂછી રહ્યું છે કે, ‘શું તેણે આવું કરતા પહેલા દારૂ પીધો હતો’, તો કેટલાક યૂઝર્સ એવા પણ છે જેઓ કહી રહ્યા છે કે આ રેકોર્ડ બનાવ્યા પછી તેના માથામાં શું થશે? ખરાબ સ્થિતિ.
મુહમ્મદ રાશિદના નામે આ એકમાત્ર રેકોર્ડ નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે માર્શલ આર્ટના ક્ષેત્રમાં 30 થી વધુ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. વર્ષ 2020માં તેણે એક મિનિટમાં માથા વડે સૌથી વધુ કેન તોડવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.


