- પોલીસે 7 વર્ષીય અલી હસનને શોધી કાઢ્યો
- મુઝફ્ફરગઢના ખાન ગઢ વિસ્તારમાંથી ત્રણ બાળકોનું અપહરણ થયું હતું
- બાળકોની હત્યા કરીને તેને ખાનારા હેવાન પર કડક કાર્યવાહીની માંગ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુઝફ્ફરગઢમાં બાળકોની હત્યા કરીને તેનું માંસ ખાવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મુઝફ્ફરગઢની સ્થાનિક પોલીસે માહિતી આપી હતી કે પાંચ દિવસ પહેલા મુઝફ્ફરગઢના ખાન ગઢ વિસ્તારમાંથી ત્રણ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
પોલીસે સૂચનાના આધારે શોધ્યો આરોપીને
શંકાસ્પદ આરોપી વ્યક્તિએ ત્રણમાંથી બે સગીર બાળકોની ઘાતકી રીતે હત્યા કરી હતી. આ પછી માર્યા ગયેલા બાળકોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. તે જ સમયે, સ્થાનિક લોકોની સૂચના પર પોલીસે 7 વર્ષીય અલી હસનને શોધી કાઢ્યો હતો. અલી હસનના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષના અબ્દુલ્લા અને તેની દોઢ વર્ષની બહેન હાફસાની હત્યા કર્યા બાદ તે વ્યક્તિએ તેમનું માંસ રાંધીને ખાધું હતું. આ વ્યક્તિએ મુઝફ્ફરગાહની સ્થાનિક દરગાહમાં માંસનું વિતરણ પણ કર્યું હતું.
આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ
પોલીસે 7 વર્ષના અલી હસને આપેલા નિવેદન પર તપાસ શરૂ કરી હતી. દરમિયાન મુઝફ્ફરગઢ પોલીસે હાફસાની શોધ ચાલુ રાખતા ખેતરમાંથી અબ્દુલ્લાના અવશેષો અને છરી મળી આવી છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલ શંકાસ્પદ હાલમાં હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે અને એકવાર તે ભાનમાં આવશે, ત્યારે ઘાતકી હત્યા વિશે વધુ ખુલાસો થશે. દરમિયાન આરોપીના પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરાયેલા શકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ હત્યા અને આતંકવાદના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. મૃતક બાળકોના પિતા ફૈયાઝે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. માણસોને મારીને ખાવું એ નરભક્ષકવાદ કહેવાય છે. આવા લોકોને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.


