- ભીષણ ગરમી વચ્ચે પાકિસ્તાનમાં ચોમાસાનું આગમન
- કરાચીમાં ભારે પવન વચ્ચે ભારે વરસાદ વરસ્યો
- છેલ્લા કેટલાક દિવસથી ગરમીને લીધે 200થી વધુનાં મોત થઈ ચુક્યા છે
પાકિસ્તાનમાં આકરી ગરમી વચ્ચે ચોમાસાએ રાહતનો શ્વાસ લીધો છે. કરાચીમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીના કારણે પાકિસ્તાનમાં સ્થિતિ નાજુક બની છે. ગરમીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનના મોટા શહેર એવા કરાચીમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા રાહત થઈ છે. ગુરુવારે શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
https://x.com/i/status/1806272101898240442
નોર્થ નાઝિમાબાદ, ગુલશન-એ-ઇકબાલ, હસન સ્ક્વેર, ઇસા નગરી અને જેલ ચૌરંઘી જેવા ઘણા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડા પડ્યા હતા, જેણે ગરમીનું મોજું ઘટાડ્યું હતું.
પાકિસ્તાનના જુદાજુદા વિસ્તારો જેવા કે, ઉમરકોટ અને થરપારકરમાં પણ વરસાદ પડ્યો છે. પાકિસ્તાનના હૈદરાબાદમાં પણ વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી ત્રસ્ત લોકોને થોડી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં આકરી ગરમીના કારણે સ્થિતિ નાજુક બની છે. ગરમીના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
પાકિસ્તાનમાં ગરમી 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ
સમગ્ર પાકિસ્તાનમાં ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. જોકે, હવામાન વિભાગે 26 જૂનથી 1 જુલાઈ સુધી દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામાબાદ, રાવલપિંડી, જેલમ, ચકવાલ, બહાવલપુર અને લોધરનમાં 27 જૂનથી ભારે વરસાદ અને પવનની શક્યતા છે.
હવામાન વિભાગની ચેતવણી
ચિત્રાલ, સ્વાત, માનસેહરા અને એબોટાબાદ સહિત ખૈબર પખ્તુનખ્વાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પાકિસ્તાનના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 28 થી 30 જૂન સુધી ભારે વરસાદને કારણે ઈસ્લામાબાદ, રાવલપિંડી અને નારોવાલમાં શહેરી પૂરનું જોખમ છે. અગાઉ, પ્રોવિન્શિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (PDMA)એ ચોમાસા દરમિયાન વરસાદને લઈને હાઈ એલર્ટ જારી કર્યું હતું. પીડીએમએ 1 જુલાઈથી ચોમાસાની સિઝનની શરૂઆત અંગે એક સૂચના જારી કરીને ચેતવણી આપી હતી કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં લગભગ 15 થી 50 મીમી વરસાદ થવાની સંભાવના છે.


