- આતંકવાદનો સામનો કરતા પાકિસ્તાનમાં મોંઘવારીનો ડામ
- કરાચી સહિતના શહેરોમાં એક લિટર દૂધનો ભાવ 210 રૂપિયા થયા
- પેટ્રોલ, ડીઝલ, લોટ અને હવે દૂધના ભાવમાં વધારો ઝીંકાયો
પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી હવે ત્યાંની જનતા માટે માથાનો દુખાવો બની ગયો છે. કારણ કે, પહેલાં પેટ્રોલ-ડીઝલ, લોટ અને હવે જીવન જરૂરિયાત એવા દૂધના ભાવમાં એકાએક વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના મુખ્ય શહેર એવા કરાચીમાં હવે દૂધ 210 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, કરાચીના કમિશનરે ડેરી ફાર્મર્સ એસોસિએશનની માંગને સ્વીકારીને લિટર દીઠ 10 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. અગાઉ દૂધના ભાવમાં પ્રતિ લિટર 50 રૂપિયાનો વધારો થવાની આશા હતી. પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને આ ભાવ વધારાથી ભારે ફટકો પડ્યો છે.
કરાચીના ડેરી ફાર્મર્સે શું કહ્યું?
ડેરી ફાર્મર્સ કરાચીના સૂત્રો અનુસાર, કરાચીના લોકો માટે ટૂંક સમયમાં 50 રૂપિયાનો વધારો અપેક્ષિત છે. દૂધ ઉત્પાદન ખર્ચ વધારવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વધારા માટે સરકારની ઉદાસીનતા જવાબદાર છે. તેમણે કહ્યું કે જો સત્તાવાળાઓ 10 મે સુધીમાં વધારાની જાહેરાત નહીં કરે, તો ભાગીદારો બાબતોને પોતાના હાથમાં લેશે અને સર્વસંમતિ પછી કિંમતમાં વધારો કરશે.


