પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 16 લોકોના મોત થયા છે. હક્કાનિ અને મુલ્લા ઉમર સાથે જોડાયેલી મદરેસામાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં JUI-S નેતા મૌલાના હમીદુલ હક હક્કાની સહિત 16 લોકોના મોત થયા છે.. અકોરા ખટ્ટકમાં મદરેસા-એ-હક્કાનિયામાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ શાહાબ અલી શાહે વિસ્ફોટમાં મદરેસાના સંભાળ રાખનાર અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (સામી જૂથ)ના વડા હમીદુલ હક હક્કાનીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
શુક્રવારની નમાજ દરમિયાન આત્મયઘાતી વિસ્ફોટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અખોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-સામી (JUI-S) ના વડા મૌલાના હમીદુલ હક હક્કાનીનું પણ મૃત્યુ થયું હતું. તે JUI-Sના ભૂતપૂર્વ વડા અને ‘તાલિબાનના પિતા’ મૌલાના સમીઉલ હક હક્કાનીનો પુત્ર હતો.
મૌલાના હમીદુલ હક હક્કાની હતા નિશાને
ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ઝુલ્ફીકાર હમીદે પુષ્ટિ આપી કે તે એક આત્મઘાતી હુમલો હતો અને તેનું લક્ષ્ય મૌલાના હમીદુલ હક હતા. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે અને વિસ્ફોટ પાછળના કારણો શોધી કાઢવામાં આવી રહ્યા છે.
સુરક્ષા વ્યવસ્થા કડક
દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસા કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા માટે કુખ્યાત છે અને તેને તાલિબાન નેતાઓના શિક્ષણનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.


