પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા 24 કલાકથી સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે લડાઈ ચાલી રહી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ ગઈકાલે એટલે કે મંગળવારે જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેનું અપહરણ કર્યું હતુ. ક્વેટાથી પેશાવર જઈ રહેલી આ ટ્રેનમાં 425 લોકો સવાર હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. આ પછી, પાકિસ્તાની સેનાએ આ લડવૈયાઓ સામે કાર્યવાહી શરૂ કરી, જેમાં અત્યાર સુધીમાં 27 બળવાખોરો માર્યા ગયા છે.
બલૂચિસ્તાનમાં ટ્રેન હાઇજેક
BLA એ ગઈકાલે 400 મુસાફરોને બંધક બનાવ્યા હતા. જેમાંથી 155 મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે. લડવૈયાઓએ 30 થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
બલૂચિસ્તાન સાથે જોડાયેલી છ મહત્વની વાતો
1. સૌથી મોટો પ્રાંત
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. જે દેશના 44 ટકા ભૂભાગમાં ફેલાયો છે. પરંતુ અહીં દેશની 6 ટકા જ વસ્તી વસે છે.
2. સમૃદ્ધ પ્રાકૃતિક સંસાધન
અહીં આબાદી ભલે ઓછી માત્રા હોય પણ પ્રાકૃતિક સંસાધનની બાબતે આ પ્રાંત સમૃદ્ધ છે. તાંબા, સોના, કોલસા અને પ્રાકૃતિક ગેસનો અહીં ભંડાર છે.
3. પ્રાચીન સભ્યતા
દક્ષિણ એશિયાની સૌથી જુની પ્રાચીન સભ્યતા મહેરાનગઢ બલૂચિસ્તાનમાં સ્થિત છે. આ સ્થળનો ઇતિહાસ 7 હજાર વર્ષ જુનો છે.
4. હસ્તશિલ્પ
બલૂચિસ્તાન તેના હસ્તશિલ્પો માટે પણ પ્રચલિત છે. ભરત ગૂંથણ વાળા કપડા, તાંબા અને માટીના વાસણો પણ અહીં ખૂબ પ્રચલિત છે.
5. અનોખી સંસ્કૃતિ
ફારસી, અબર અને મધ્ય એશિયાઇની સંસ્કૃતિઓનો પ્રભાવ બલૂચિસ્તાનમાં જોવા મળે છે.
6. હિંગોલ નેશનલ પાર્ક
બલૂચિસ્તાનમાં હિંગોલ નેશનલ પાર્ક અનેક પ્રકારના પ્રાણીઓ માટે પ્રચલિત છે. જેમાં દુર્લભ એશિયાઇ ચિત્તાઓ પણ સામેલ છે.
બલૂચિસ્તાનમાં હિન્દુઓની આબાદી કેટલી ?
1. બલૂચિસ્તાનમાં ટ્રેન હાઇજેક
બલૂચિસ્તાનમાં મંગળવારે બલૂચ વિરોધીઓએ એક ટ્રેન હાઇજેક કરી હતી.
2. બીએલએ કર્યુ હાઇજેક
કેટ્ટાથી પેશાવર જઇ રહેલી ટ્રેનને બલૂચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલએએ હાઇજેક કરી હતી.
3. 400થી વધુ લોકો બંધક
આ ટ્રેનમાં 400થી વધુ લોકો બંધક બનાવવામાં આવ્યા છે. અને 20 પાકિસ્તાની સુરક્ષા દળોની મોત થઇ હતી.
4. આઝાદીની માગ
બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઘણા લાંબા સમયથી બલૂચિસ્તાન પ્રાંતને આઝાદ કરવા માટે લડત આપી રહ્યા છે.
5. મુસલમાન બાહુલ્ય
બલૂચિસ્તાન મુસલમાન બાહુલ્ય પ્રાંત છે. પરંતુ અહીં બીજા નંબરે સૌથી વધુ હિન્દૂ ધર્મના લોકો રહે છે.
6. હિન્દૂઓની જનસંખ્યા
વર્ષ 2017ની જનગણના બાદ હિન્દૂઓની સંખ્યા 60 હજાર જેટલી છે.
7. 1 લાખથી વધુ લોકો
બલૂચિસ્તાનમાં 1 લાખથી વધુ લોકો હિન્દૂ છે.


