પાકિસ્તાનમાં આતંકવાદી અને અલગાવવાદી આંદોલનના મૂળ ઘણા ઊંડા છે. આ બધા વચ્ચે બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની ઝફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી. આ ટ્રેનમાં 400 યાત્રીઓ સવાર હતા. આ તમામને બલૂચ લિબરેશન આર્મીએ બંધક બનાવ્યા છે. વળી હા, ટ્રેનમાં લગભગ 140 સૈનિકો પણ મુસાફરી કરી રહ્યા હતા. જો કે થોડા કલાકો પછી ફર એક્સપ્રેસમાં સવાર તમામ મુસાફરોને બલુચિસ્તાન આર્મીના આતંકવાદીઓ દ્વારા છોડી દેવામાં આવ્યા પરંતુ સવાર તમામ સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ કોણ છે BLA અને શું છે તેનો એજન્ડા.
કેટલુ તાકાતવર છે BLA
આ સંગઠન લાંબા સમયથી બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા અને તેને વિદેશી પ્રભાવ, ખાસ કરીને ચીની રોકાણ અને પાકિસ્તાની સૈન્યના નિયંત્રણથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટનાએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને ફરી એકવાર BLA ની તાકાત અને વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ આ સંગઠન કેટલું શક્તિશાળી છે અને તેની લશ્કરી તાકાત કેટલી છે?
BLAની સ્થાપના અને ઉદ્દેશ્ય
બલોચ લિબરેશન આર્મી (BLA)ની સ્થાપના 2000 માં થઈ હતી. આ સંગઠન બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગ કરે છે અને પાકિસ્તાન સરકાર અને સેના સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ છે. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સંસાધનોથી સમૃદ્ધ પ્રાંત છે, પરંતુ તેના રહેવાસીઓનો આરોપ છે કે સરકાર તેમના સંસાધનોનું શોષણ કરી રહી છે અને તેમને તેમના અધિકારો મળી રહ્યા નથી. આ કારણોસર, BLA સહિત અન્ય ઘણા બલૂચ સંગઠનોએ શસ્ત્રો ઉપાડ્યા છે.
BLA ની લશ્કરી તાકાત કેટલી છે?
જ્યારે BLA ની રચના થઇ ત્યારે તેની લશ્કરી તાકાત 6000 લડવૈયાઓનું કહેવાય છે. પરંતુ સમય જતાં તેના સભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે. મજીદ બ્રિગેડ એ BLAનું એક ખાસ આત્મઘાતી ટુકડી જૂથ છે, જેમાં લગભગ 100-150 આત્મઘાતી બોમ્બરો શામેલ હોવાનું કહેવાય છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડેટા પરથી BLA ની કુલ લશ્કરી તાકાતનો અંદાજ લગાવી શકાય છે. આંકડાઓ અનુસાર, BLA પાસે હાલમાં 1,000-1,500 લડવૈયાઓ છે. કેટલાક નવા અહેવાલો કહે છે કે BLA લડવૈયાઓની સંખ્યા ઘટીને માત્ર 600 થઈ ગઈ છે.
BLA યુક્તિઓ અને હુમલાઓ
- BLA ગુરિલ્લા યુદ્ધની યુક્તિઓ અપનાવે છે. તે પાકિસ્તાની સેના, પોલીસ અને સરકારી મથકો પર હુમલો કરે છે.
- BLA ખાસ કરીને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ની વિરુદ્ધ છે.
- આ અંતર્ગત ચીને બલુચિસ્તાનમાં મોટા પાયે રોકાણ કર્યું છે.
- BLA પાકિસ્તાની સેના, ISI અને અન્ય સુરક્ષા એજન્સીઓને નિશાન બનાવે છે.
- આ સંગઠને ઘણી વખત ચીની નાગરિકો પર હુમલો કર્યો છે, જેના કારણે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો છે.
- ભલે BLA ની તાકાત પહેલાની સરખામણીમાં ઓછી થઈ ગઈ હોય, તે હજુ પણ પાકિસ્તાન માટે એક મોટો ખતરો છે. પાકિસ્તાનની સેના આ સંગઠનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને બલુચિસ્તાનમાં ઘણા સ્થાનિક લોકોનો ટેકો મળી રહ્યો છે.


