પહેલગામ ઉપર કરેલા હુમલા બાદ ભારતે Operation Sindoor ના નામે POK ના આતંકી ઠેકાણાને તહસનહસ કરી નાખ્યા હતા. એક તરફ ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું તો બીજી બાજુ તુર્કીયમાં બનેલા ડ્રોનથી પાકિસ્તાને ભારતની સરહદો પર હુમલા કર્યા. તુર્કીયની સંડોવણી તરત બહાર આવી પણ લાંબા સમયથી તે ભારત વિરોધી સમર્થન પાકિસ્તાનને આપી રહ્યું હોવાનો પર્દાફાશ પણ થયો છે. ખાસ તો એ કે, ભારત સામે ઈરાનમાં પાકિસ્તાનને જોઈતી મદદ મળી નહોતી.
ભારતની સામે પાકિસ્તાન અને તુર્કીય એકબીજાના મદદગાર બનીને ગેરમાર્ગે દોરતા આવ્યા છે. તુર્કીયના રાષ્ટ્રપતિ એર્દોગનની ટીમે સોશિયલ મીડિયા, ટીવી ચેનલો અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પાકિસ્તાનને પ્રોત્સાહન આપ્યું છે. એમ કહેવાયું છે કે, તુર્કીયની ચેનલ TRT વર્લ્ડ પાકિસ્તાનના સમર્થનમાં સમાચાર બતાવતી રહી છે. ‘ઓપરેશન સિંદૂર’ અને ત્યારબાદના સંઘર્ષના સમચારોનો પણ સમાવેશ કરાયો હતો.
ઇસ્તંબુલમાં કાશ્મીર મુદ્દા પર સેમિનાર યોજાયો હતો
પાકિસ્તાનના વડા પ્રધાન શરીફની થોડા દિવસો પહેલાંની તુર્કીયની વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વિરોધી નીતિનો એ પર્દાફાશ થયો છે કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પહેલા ઇસ્તંબુલમાં કાશ્મીર મુદ્દા પર સેમિનાર યોજાયો હતો. પાકિસ્તાને તેમ ટેકો આપીને તેમાં ભાગ લીધો હતો. કેટલાક વર્ષો પહેલા, એર્દોગને તુર્કીયમાં ISI દ્વારા કાશ્મીર પર આયોજિત સેમિનાર બંધ કરી દીધા હતા. જોકે ફરીથી ચાલુ કર્યા હોવાનું કહેવાય છે.
2018 થી ઈસ્લામાબાદ અને ઈસ્તાંબુલથી એકસાથે ઝુંબેશ
2018થી ઈસ્લામાબાદ અને ઈસ્તાંબુલથી ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક સાથે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એર્દોગન પરિવારની વિવિધ દેશોમાં રહેલી એનજીઓ હમાસ અને ભારત વિરોધી અભિયાનોને સમર્થન આપે છે. તુર્ગીશ સંગઠન, TUGVA, એર્દોગનની AKP પાર્ટીના રાજકીય લક્ષ્યોને પણ સાકાર કરે છે.
પાકિસ્તાન તુર્કીયને સમર્થન કરે છે
પાકિસ્તાન ઘણીવાર તુર્કીયના વિચારોનું સમર્થન કરે છે. બે વર્ષમાં પાકિસ્તાનના નેતાઓની તુર્કીય સહિતની મુલાકાતોમાં વધારો થયો છે. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ તુર્કીયની મુલાકાતે ગયા ત્યારે ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીર પણ હાજર હતા. જનરલ મુનીરને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાના આ પ્રયાસો મનાય છે.