- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની 21 રને જીત
- ડકવર્થ લુઈસ નિયમ અંતર્ગત પાક.ની જીત
- પાકિસ્તાનની જીતથી સાઉથ આફ્રિકાને ફાયદો
વર્લ્ડકપ 2023ની 35મી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બેંગાલુરૂમાં રમાઈ છે. આ મેચમાં ગ્રીન ટીમની ડકવર્થ લુઈસ નિયમ અંતર્ગત 21 રને જીત થઈ છે. પાકિસ્તાનની આ રોમાંચક જીતથી સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમને મોટો ફાયદો થયો છે. સાઉથ આફ્રિકાની ટીમ સીધી સેમીફાઈનલમાં પહોંચી છે. આફ્રિકા પહેલાં ભારતીય ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી છે.
પાકિસ્તાનની જીતથી પોઈન્ટ ટેબલમાં ફેરફાર
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મળેલી જીત બાદ પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી છે. ગ્રીન ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 8 મેચ રમી છે. જેમાંથી પાકિસ્તાનની 4 મેચમાં જીત થઈ છે,જ્યારે 4 મેચમાં હાર થઈ છે. હવે પાકિસ્તાન 8 પોઈન્ટ અને + 0.036 નેર રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે.
ન્યૂઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં નંબર 4 પર
પાકિસ્તાન વિરુદ્ધ મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડે પોતાની 8 મેચમાંથી 4 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ અત્યારે 8 પોઈન્ટ અને +0.398 નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 4 પર છે.
ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર
પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર મેજબાન ભારત છે. બ્યૂ ટીમે પોતાની તમામ 7 મેચ જીતી છે. આ કારણે ભારતીય ટીમ 14 પોઈન્ટ અને +2.102 નેટ રનરેટ સાથે ટોપ પર છે.