‘ઓપરેશન સિંદૂર’ પછી વધુ કંગાળ હાલતમાં મુકાયેલા અને પાણીની તંગી ભોગવતા પાકિસ્તાનમાં એક બાજુ ત્યાંના અમુક રાજ્યોના લોકો અલગ દેશની માગણીના આંદોલન કરે છે. તો બીજી બાજુ પાકિસ્તાનની એક અભિનેત્રીએ ત્યાંની સરકાર સામે પાણી મામલે નારાજગી વ્યક્ત કરી છે. કરાચી એરપોર્ટ ઉપર પાણી ન હોવાની વાત સાથે સોશિયલ મીડિયા ઉપર વીડિઓ વાયરલ થયો છે.
અભિનેત્રી હિના ખ્વાજા બાયત પોતાની સરકાર પર પાણીના મામલે નારાજ જોવા મળી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં કરાચી એરપોર્ટ પર મુસાફરોને પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો અને શૌચાલયમાં પણ પાણી નહોતું એ મુદ્દે હિના ગુસ્સે ભરાયેલી જોવા મળી રહી છે.
28 મેના પાકિસ્તાનમાં યોમ-તકબીર ઉજવાયો
આ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સનો ભાગ બની ગયો છે. 28 મેના પાકિસ્તાનમાં યોમ-તકબીર ઉજવાયો હતો ત્યાં તે જ દિવસે કરાચી એરપોર્ટ પર લોકો પાણી માટે તડપતા હતા. શૌચાલયમાં પણ પાણી નહોતું. વીડિઓમાં આ વાતનો ખુલાસો હિના બયાતે કર્યો છે.
સફળતાની ઉજવણી વખતે પાણી નથી
જે વીડિયો વાયરલ થયો છે તેમાં હિના કહી રહી છે કે, આજે યોમ-એ-તકબીર છે. હું અહીં કરાચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉભી છું. અને આ દિવસે જ્યારે આપણે પાકિસ્તાનની સફળતાની ઉજવણી કરવી જોઈએ, ત્યારે હું જોઉં છું કે અહીં કોઈ પણ શૌચાલયમાં પાણી નથી. વીડિઓમાં તેની નારાજગી સ્પષ્ટ જૉઇ શકાય છે. તેણે કરાચી એરપોર્ટ, સરકાર સાહિતને aઆ મામલે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી છે.