- આશરો આપનાર પાકિસ્તાનને પણ થાય છે આતંકવાદથી નુકસાન
- આરઝૂ કાઝમીએ આપ્યો અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટનો હવાલો
- આતંકવાદ મુદ્દે પાકિસ્તાની લોકો પણ ગંભીર નથી: આરઝૂ કાઝમી
ભારતનો પાકિસ્તાન પર હંમેશા આરોપ રહ્યો છે કે આપણી ધરતી પર જે આતંકી ઘટનાઓ બને છે તેમાં પાકિસ્તાનનો મહત્વનો હાથ હોય છે. જોકે, પાકિસ્તાની સરકાર અને સેનાએ આ વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. હાલના સમયમાં બંને દેશો વચ્ચે વેપારની સાથે સાથે વાતચીત સંપૂર્ણપણે બંધ છે. તેની પાછળનું મુખ્ય કારણ આતંકવાદી ગતિવિધિઓ જ છે.
એવું નથી કે આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાનને આતંકવાદથી નુકસાન નથી થઈ રહ્યું. તાજેતરમાં, પાકિસ્તાન આનાથી ખૂબ જ પરેશાન છે. એક મહિલા યુટ્યુબર આરઝૂ કાઝમીએ એક વિડીયો શેર કર્યો છે. આ અંગે તેમણે ખુલીને ચર્ચા કરી છે. કાઝમીનું કહેવું છે કે તાજેતરમાં અમેરિકન ઇન્ટેલિજન્સની રિપોર્ટ સામે આવી છે. જેમાં પાકિસ્તાન તરફ ઈશારો કરતાં ભારત, પાકિસ્તાન અને ચીનની વાત કરવામાં આવી છે.
કાઝમીના જણાવ્યા પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ઘણા બધા મિલિટન્ટ ગ્રુપ્સ છે જે ભારત વિરોધી છે. આ ગ્રુપ્સને પાકિસ્તાની સરકાર દ્વારા સમર્થન મળી રહ્યું છે. એટલું જ નહિ આપણાં લોકો પણ ઘણીવાર તેનો સ્વીકાર કરે છે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓને સમર્થન આપવામાં આવે છે. કાઝમીએ વાત કરતા આગળ કહ્યું કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ મુદ્દે પાકિસ્તાની લોકો પણ ગંભીર નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સતત પાકિસ્તાન પર આરોપ લગાવતું રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારત આ વાત કહી રહ્યું હતું. હવે, અમેરિકાની ઇન્ટેલિજન્સ દ્વારા પણ આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. એવામાં પાકિસ્તાને આ વાત નકારવી ઘણી જ મુશ્કેલ સાબિત થઈ જશે.


