ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે ગરમાવો આવ્યો છે. ઇમરાખાન જીવિત છે અથવા તેમનું મૃત્યુ થયું છે કે પછી મારી નખાયા છે વગેરે વાતોને લઈને પાકિસ્તાને હાલમાં દુનિયાના દિગ્ગજ દેશોનું ધ્યાન ખેંચ્યુ છે. તાજેતરમાં એક મહિના પછી અદિયાલા જેલમાં ઇમરાખાન તેમની બહેન ઉઝમાને મળ્યા બાદ તેમના મૃત્યુની અટકળો દૂર થઈ છે. દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને આર્મી ચીફ અસીમ મુનીર પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે.
આર્મી ચીફ મુનીર પર ઇમરાન ખાનના પ્રહાર
ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાખાનને લઈને દુનિયાની નજર પાકિસ્તાન પર છે. અદિયાલા જેલમાં પોતાની બહેન ઉઝમાને મળ્યા બાદ ઇમરાખાન સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ઇમરાને સોશિયલ મીડિયા સાઇટ X પર પીટીઆઈ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં આતંકવાદ જેવી સ્થિતિના ઉદય માટે આર્મી ચીફ મુનીર જવાબદાર છે. આજે પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે. ડ્રોન હુમલાઓ અને આપણા પોતાના લોકો વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહીએ દેશમાં આતંકવાદને વેગ આપ્યો છે.
ઇમરાન ખાને લીધા બે મોટા નિર્ણય
ઇમરાને એક મોટા નિર્ણય કર્યો. જેમાં પીટીઆઈની રાજકીય સમિતિનું વિસર્જન કરવાની જાહેરાત કરી. તેમજ પાર્ટીના મહાસચિવ સલમાન અકમર રાજાને નવી ટૂંકા ગાળાની સમિતિ બનાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. પોતાના બીજા નિર્ણયમાં તેમણે જણાવ્યું કે જ્યારે આપણે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે કેટલાક લોકો એવા લોકો સાથે સંબંધો કેળવી રહ્યા છે જેઓ આપણા પર જુલમ કરી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે. ખૈબર પખ્તુનખ્વામાં રાજ્યપાલ શાસન લાદવાની ચર્ચાઓને ઈમરાને ખુલ્લો પડકાર આપ્યો. તેમણે કહ્યું કે રાજ્યપાલ શાસનની ધમકી આપનારાઓ સાથે આવું જ થવું જોઈએ.
ઇમરાનના મોતની ઉડી હતી અફવા
જણાવી દઈએ કે રાવલપિંડીની અદિયાલા જેલમાં બહેન ઉઝમા સાથે 20 મિનિટ મુલાકાત બાદ ઇમરાને આ બે મોટા રાજકીય નિર્ણયો લીધા. ઇમરાન ખાન એક મહિનાથી જેલમાં બંધ છે. ઇમરાન ખાનને બધાથી અલક એકાંતમાં રખાયા છે. તેમને મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. કોર્ટના આદેશ છતાં, રાજકારણીઓ, વકીલો અને પરિવાર સાથે ઇમરાનની મુલાકાતો બંધ કરવામાં આવી હતી. જેના બાદ પાકિસ્તાનમાં ઇમરાનના મોતની અફવા ઉડી હતી.


