- પાલનપુર-અમદાવાદ વચ્ચે ગામડાઓમાં બ્ર્રિજ બની ગયા
- પરંતુ જિલ્લા મથકને ડિંગો બતાવતા આક્રોશ
- જાનહાનિ બને તેવી સંભાવના છે
પાલનપુર શહેરને અડીને આવેલું લક્ષ્મીપુરા ગામ આસપાસના અન્ય ગામોમાં જવા આવવા માટેનો ટુંકો રસ્તો છે અને લોકો અહિંથી નીકળવું સરળ પડે છે. પરંતુ અહિં જેમ જેમ ટ્રેનના સમય વધતા ગયા તેમ તેમ ટ્રાફિક સમસ્યા વધતી રહી અને આઝાદીના વર્ષો પછી પણ બ્ર્રિજ ન બનતા હાલાકી યથાવત રહી છે. ત્યારે અહીં બાળકો ફાટક બંધ હોય ત્યારે જોખમ ખેડી રહ્યા છે. જેમાં કયારેક જાનહાનિ બને તેવી સંભાવના છે. ત્યારે આ બાબતે તંત્રએ ઓવરબ્ર્રિજ કે અંડરપાસ બનાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે.
પાલનપુર બનાસકાંઠાનું જિલ્લા મથક છે અને પાલનપુરને અડીને આવેલું લક્ષ્મીપુરા ગામમી આસપાસ રહેણાંક સોસાયટીઓ બનાવવમાં આવી છે. આમ છતા હજુ ગ્રામ પંચાયતને પાલનપુર શહેર સાથે સંલગ્ન કરવામાં આવ્યો નથી અને ગ્રામ પંચાયતનો જ વહીવટ ચાલુ રાખાયો છે. તેના નગરપાલિકા વિસ્તારમાં મત લેવામાં આવે છે. પરંતુ નગરપાલિકા સાથે જોડવામાં ન આવતા પાલનપુર નગરપાલિકા મહાનગરપાલિકામાં તબદિલ થઈ શકી નથી. તે ઉપરાંત આસપાસના આકેસણ, ગઠામણ, ચડોતર, જગાણા, ધનિયાણા, રામપુરા, સદરપુર સહિતના ગામ શહેરની હદને અડીને આવેલ હોવા છતા તેને નગરપાલિકા સાથે જોડાણ ન કરતા પાલનપુર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળી શક્યો નહીં. ત્યારે પાલનપુરને અડીને આવેલ લક્ષ્મીપુરા ગામની પેલે પાર રહેણાંક સોસાયટીઓ નગરપાલિકા વિસ્તારમાં આવે છે અને ત્યાં આવવા જવા માટે વચ્ચે આવતા રેલ્વે ફાટક પસાર કરવો પડે છે. પરંતુ અહીં જેમ જેમ ટ્રેનની સંખ્યા વધતી ગઈ તેમ તેમ ફાટક બંધ રહેવાનો સમય પણ વધતો રહ્યો અને આજે અહીંથી પસાર થતી ટ્રેનના સમયે ફાટક બંધ રહેતા શાળાએ આવતા જતા બાળકો અને તેમજ નોકરિયાત કર્મચારીઓ અને ઈમરજન્સી કેસમાં શહેરમાં જવા માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે.


