બનાસનું સહકારીતા મોડલ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે.આજરોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતેથી શરૂ કરીને વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરશે.
કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું ડેલીગેશન અંબાજી ખાતેથી મા અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ ડેલીગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ જોડાયા છે. તેઓ બનાસકાંઠાના વડગામ તાલુકાની મુમનવાસ દુધ ઉત્પાદક મંડળી, બનાસડેરી ખાતે ચીઝ, યુએચટી અને પ્રોટીન પ્લાન્ટ, બનાસ મેડીકલ કોલેજ મોરીયા, બાદરપુરા પ્લાન્ટ, ડીસા તાલુકાના દામા સિમેન સ્ટેશન અને બાયો સીએનજી પ્લાન્ટની વિઝીટ કરી હતી. આ ડેલીગેશન વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ઝેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરી. ત્યારબાદ લાખણી તાલુકાના કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને આગથાળા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારનું ડેલીગેશન વાવ-થરાદ જિલ્લાના થરાદ સ્થિત બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબ, સણાદર ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકત કરીને માહિતી મેળવી. બનાસ ડેરી આજે બનાસકાંઠા જિલ્લાએ સહકારી ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. બનાસ મોડલ આજે સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યું છે. બનાસકાંઠાના 5 લાખ પશુપાલકોની મહેનત અને બનાસડેરીના સહકાર થકી દુધ ઉત્પાદન અને અનેક ધંધાઓ થકી પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


