પાલનપુર બસપોર્ટ આગળ જાહેર રસ્તો અને ફુટપાથ કબજે કરી બેઠેલા ઈસમોનુ પોલીસ વેરીફીકેશનમાં ઢીલાશને કારણે અહીં ચોરી ચકારી અને લુંટના ઈરાદે ફરતી ટોળકીને આશ્રાય મળી ગયો હોવાની લોકોમાં રાવ ઉઠી છે. વળી અહીં જે લોકો દબાણ કરી બેઠા છે. તે કોણ છે.ક્યાંથી આવ્યા છે. તેની તપાસના અભાવે ગુનો કરવાના ઈરાદે આવતા તત્વોને ફાવતુ જડી જાય છે. અને ગુનાનો ભેદ ઉકેલવા પોલીસને ફાંફા પડી જતા હોય છે.
પાલનપુર શહેરમાં હમણાં હમણાં જાહેર રસ્તાઓ જાણે નગરપાલિકા અને આર એન્ડ બી વિભાગે વેચી માર્યા હોય તેમ જાહેર રસ્તાઓ પર દબાણ વધ્યા છે. અને તેમાંય ખાસ કરીને બસપોર્ટના રોડ પર ચાઈનીઝ અને ફાસ્ટફુડની લારીઓનો અડીંગો જામેલો રહે છે. ત્યારે અહીં વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. અને ટ્રાફીક જામ થાય છે. તેના કારણે એસ.ટી.બસને પણ પસાર થવામાં હાલાકી પડે છે. નવાઈની વાત એ છે. કે અહીં પોલીસની હાજરી રહે ત્યાં સુધી બસપોર્ટનો સર્વીસ રોડ ખુલ્લો રહે છે. પણ જો પોલીસ હટી કે તરત જ રોડ પર વાહનોનો અડ્ડો બની જાય છે. અને નંબર વગરના અને બ્લેક વાળા વાહનોમાં લુખ્ખાઓ આવીને તેમની અસામાજીક પ્રવૃતિને અંજામ આપવાના આશયથી બેસી જાય છે. નવાઈની વાત એ છે કે જાહેર રસ્તા પર દોબાણો અને ફુટપાથ બાનમાં લઈ બેઠેલા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વેરીફીકેશન કરવામાં આવે તો આ લોક ક્યાંથી આવ્યા અને કોની મહેરબાની તળે રોડ પર કબ્જો જમાવી બેઠા છે.અને તેમને ભાડેથી મકાન આપનારાઓએ પોલીસ વેરફીકેશન કરાવેલ છે કે કેમ? તેની પણ તપાસ કરવી આવશ્યક મનાય છે.


