- નગરમાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ, પૂ. જિગ્નેશદાદાની ભાગવત સપ્તાહનો પ્રારંભ
- સમસ્ત રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર
- કનીરામદાસજી મહારાજ ગુરુશ્રી કલ્યાણદાસજી મહારાજના પ્રેરણા
સમસ્ત રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર 1008 કનીરામદાસજી મહારાજ ગુરુશ્રી કલ્યાણદાસજી મહારાજના પ્રેરણા અને આ જગ્યાના આદ્યસ્થાપક ગુરુ શ્રી વિરમસ્વામી મહારાજની કૃપાદ્રષ્ટિ અને મંગલ આશિષ થકી દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામમાં રૂપાટેકરી ખાતે ભવ્ય વડવાળા ભગવાનના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ,રજત જયંતિ મહોત્સવ,મહારૂદ્ર યજ્ઞ,108 કુંડાત્મક મહાવિષ્ણુયાગ એવમ પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) ના શ્રીમુખેથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ આમ તા.26 ને શુક્રવારથી આ પંચામૃત મહોત્સવનો મદ્રીસણા ગામે પ્રારંભ થયો હતો. મદ્રીસણા ગામની સીમમાં 200 વીઘા જમીનમાં વેદોક્ત અને શાસ્ત્રોક્ત નિયમોનુસાર પ્રથમ દિને મહારુદ્ધ યજ્ઞનો મંગલ પ્રારંભ થયો હતો. સવારે 9.1પ કલાકે યજ્ઞનો પ્રારંભ,પંચાગ કર્મ,મંડપ પ્રવેશ તથા દેવતાઓનું આહવાન-પુજન સહિતની ધાર્મિક વિધિ યોજવામાં આવી હતી. આ પંચામૃત મહોત્સવના આગળના દિવસે યજમાનોને પ્રાયાશ્ચિત વિધિ કરાવવામાં આવી તેમજ જલયાત્રા પણ નગરમાં નીકળી હતી. શુક્રવારે આ પંચામૃત મહોત્સવના પ્રારંભની સાથે પ્રસિદ્ધ કથાકાર પુ.જીગ્નેશદાદા (રાધે રાધે) જેઓની સાત દિવસીય ભાગવત કથાનો મંગળ પ્રારંભ થયો હતો.


