- પાંચ પથરા ગામે બગીમાં બેસી રાજપાલ જાદવનો નિકળ્યો વરઘોડો
- કાલોલ તાલુકાના લોકો પોતાના ઉમેદવારને મળતા આવ્યા ઉત્સાહમાં
- ડીજે અને ફટાકડા ફોડી કાઢયો વરઘોડો
પંચમહાલ લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે.ત્યારે આજે ભાજપના લોકોસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો કાલોલ તાલુકામાં વરઘોડો નિકળ્યો હતો,ગ્રામજનો દ્રારા ઉમેદવારને બગી પર બેસાડી,ડીજે કાઢી, ફટાકડા ફોડી, વરરાજાની જેમ વરઘોડો કાઢયો હતો.ઉમેદવાર કાલોલ તાલુકાના મતદારોને મળતા ઉત્સાહમાં આવી ગયા હતા,તો અગ્રણીઓએ ઉમેદવારને ખભે બેસાડી નચાવ્યાં હતા.
પ્રચાર જોરશોરમાં
કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી નથી કરી શકી ત્યારે, ભાજપે ઉમેદવાર નક્કી કર્યા બાદ પ્રચાર કાર્ય પુરજોશમાં શરૂ કર્યું હતું.ઉમેદવાર રાજપાલસિંહ આજે તેમના પ્રચાર અર્થે કાલોલ પહોચ્યાં હતા,ત્યારે કાર્યક્રતાઓ તેમજ અગ્રણીઓ દ્રારા તેમને ખભા પર બેસાડી નચાવ્યાં હતા.પાંચ પથરા ગામે ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ,વીડિયો જોઈને તો એમ લાગે કે ઉમેદવારનો લગ્નનો વરઘોડો નિકળી રહ્યો છે,પણ આ લગ્નનનો નહી પણ ચૂંટણી પ્રચારનો વરઘોડો છે.
કોણ છે રાજપાલસિંહ જાદવ
પંચમહાલ ભાજપના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડને નો રીપિટ કરીને પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે એક મેજર અપસેટ સર્જાયો છે જેમા મહીસાગરનું પત્તું કપાયું અને પંચમહાલ જિલ્લાને રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારની પંસદગી બાદ પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ જાદવની પસંદગી કરાઈ છે. તેની સાથે જ હવે પંચમહાલ ભાજપનુ રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યું હોવાની લાગણીઓ ભાજપ સમૂહમાં પ્રસરી જવા પામી છે. મહત્વપૂર્ણ છે કે, રતનસિંહ રાઠોડ ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને લુણાવાડા બેઠક ઉપરથી અપક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદમાં ભાજપમાં ભળી ગયાં હતાં.


