- પંચમહાલમાં NEETની પરિક્ષા મુદ્દે મસમોટા કૌભાંડનો પર્દાફાશ
- સમગ્ર મામલે 3 આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ
- 6 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ પરીક્ષામાં ચોરીનો ભાંડો ફુટ્યો
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના નજીક આવેલ પરવડી ગામની શાળામાં 5 તારીખના રોજ યોજાયેલી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો જિલ્લા કલેકટરએ બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 10 -10 લાખ લઈને વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા. જે મામલે જિલ્લા કલેક્ટરની સજાગતાથી આખું કૌભાંડ આવ્યું બહાર છે. જે બાદ આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ અંગે વડોદરા રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ધરપકડ કરી છે.
NEETની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફુટ્યો..!
મળતી માહિતી મુજબ પંચમહાલ ખાતેથી NEETની પરિક્ષા મુદ્દે પૈસા આપી ચોરી કરવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 6 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવા નક્કી થયું હતુ. આ સાથે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની કારમાંથી સાત લાખ રોકડ પણ મળી આવ્યા છે.
3 આરોપી સામે ફરિયાદ
પંચમહાલમાં સામે આવેલ આ મોટા કૌભાંડ બાદ તંત્ર દોડતુ થયું છે. આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વોટ્સએપ ચેટ સામે આવી જે બાદ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ , વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે.
પંચમહાલ જિલ્લા કલેકટરનું નિવેદન
આ મામલે જિલ્લા કલેકટર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે લોકોના નામો સામે આવ્યા છે તે તમામ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન હજુ પણ જો વધુ નામો ખુલશે તો તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.


