- દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ. 20નો વધારો
- ભેંસના દૂધમાં પણ પ્રતિકિલો ફેટમાં રૂ. 20નો વધારો
- આગામી 1 જૂનથી ભાવ વધારનો થશે અમલ
ભાવનગર બાદ હવે પંચમહાલ જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને ચુકવવામાં આવતાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે નિર્ણય લીધા બાદ જાહેરાત કરી છે.
પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડેજાહેરાત કરતાં કહ્યું છે કે પંચમહાલ જિલ્લાના પશુપાલકોને હવે દૂધ ખરીદી પર ભાવ વધારાનો લાભ મળશે. પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને ચુકવવામાં આવતાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પશુપાલકોને હાલ પ્રતિ કિલો ફેટના 800 રૂપિયા ચૂકવવામાં આવે છે જેમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા અને ભેંસના દૂધમાં પણ પ્રતિ કિલો ફેટ દીઠ 20 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે.
પંચમહાલ ડેરીના ચેરમેને જણાવ્યું છે કે આવતીકાલ એટલે કે 1 જૂન થી નવો ભાવ વધારા અમલમાં મૂકવામાં આવશે. પંચમહાલ ડેરીના દૂધ ખરીદીમાં ભાવવધારાના નિર્ણયથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના અઢી લાખ કરતાં વધુ પશુપાલકોને લાભ મળશે.


