ઘોઘંબા તાલુકાના ફ્રોડ ગામે આવેલી શ્રી કામનાથ હાઈસ્કૂલમાં આજે તા.1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ અને શ્રીમદ્દ ભગવદ્ ગીતા જયંતિ દિન ઉજવાયો હતો. શાળાના મદદનીશ શિક્ષક રાકેશભાઈ જાદવે વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે માહીતિ આપી એઇડ્સ થવાના કારણોમાં સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લાંધનનું પણ પરિણામ હોવાનું જણાવી એઈડ્સ ગ્રસ્ત વ્યક્તિ અને તેના કુટુંબ પરિવાર અને સમાજ પર પડતી વિપરીત અસરો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આચાર્ય તેજસભાઇ શાહે એઇડ્સની અટકાયત માટેના અસરકારક પગલાં અને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) સંસ્થા વિશે માહિતગાર કર્યા હતા.


