કેન્દ્રિય મંત્રી અવે મહારાજગંજથી 7 વાર લોકસભાના સાંસદ પંકજ ચૌધરીને રવિવારે એટલે કે 14 ડિસેમ્બરે ઉત્તરપ્રદેશના નવા ભાજપા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દીધી. કેન્દ્રિય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પિયુષ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં લખનઉ પાર્ટી કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં તેમના નામની ઔપચારિક જાહેરાત કરી.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના અનુભવી નેતા પંકજ ચૌધરી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એક મજબૂત અને વિશ્વસનીય ચહેરા તરીકે ઓળખાય છે અને હાલમાં તેઓ કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ઉપરાંત, પૂર્વાંચલ વિસ્તારમાં તેમની રાજકીય પકડ ઘણી મજબૂત માનવામાં આવે છે.
યુપીના ગોરખપુર સાથે છે જૂનો સંબંધ
પંકજ ચૌધરીનો જન્મ 20 નવેમ્બર 1964ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં થયો હતો. તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભ્યાસના દિવસોથી જ તેમનો ઝુકાવ રાજનીતિ તરફ રહ્યો હતો અને તેમણે જમીનસ્તર પરથી જાહેર જીવનની શરૂઆત કરી હતી. ઓબીસી સમાજમાં તેમની મજબૂત પકડ માનવામાં આવે છે, જેના કારણે સંગઠનાત્મક સ્તરે પણ તેમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ટ
સમયાંતરે ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટા દાયિત્વોને લઈને તેમનું નામ ચર્ચામાં આવતું રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં નવા ભાજપ અધ્યક્ષ માટે પંકજ ચૌધરીનું નામ સૌથી વધુ ચર્ચામાં હતુ અને આખરે આજે તે નામ પર મ્હોર વાગી ગઇ છે. પંકજ ચૌધરી જ યુપીમાં ભાજપના નવા અધ્યક્ષ બન્યા છે.
શરૂઆતી રાજકીય સફર
ચૌધરીએ 1989થી 1991 દરમિયાન ગોરખપુર નગર નિગમના સભ્ય તરીકે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1990–91 દરમિયાન તેમણે ડેપ્યુટી મેયરનું પદ પણ સંભાળ્યું હતું. 1991માં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ની કાર્યકારી સમિતિના સભ્ય બન્યા. એ જ વર્ષે તેઓ પ્રથમ વખત 10મી લોકસભા માટે ચૂંટાયા હતા.
લોકસભા સભ્ય તરીકે 7 વખતનો અનુભવ
પંકજ ચૌધરીને સંસદમાં લાંબો અનુભવ છે. તેઓ 1991 (10મી), 1996 (11મી), 1998 (12મી), 2004 (14મી), 2014 (16મી), 2019 (17મી) અને 2024 (18મી) દરમિયાન કુલ સાત વખત લોકસભા માટે ચૂંટાયા છે. પોતાના સંસદીય કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓમાં સેવા આપી છે.
વિવાદોથી દૂર
સાદગીભર્યા જીવનશૈલી અને વિવાદોથી દૂર રહેતા પંકજ ચૌધરીને લો-પ્રોફાઇલ પરંતુ અસરકારક નેતા તરીકે માનવામાં આવે છે. સંસદીય અનુભવ અને સંગઠનાત્મક સમજના કારણે તેઓ એવા નેતાઓમાં શામેલ છે, જેનામ પર પાર્ટીના ટોચના નેતૃત્વે સતત વિશ્વાસ રાખ્યો છે.
આ પણ વાંચોઃ World Largest River : આ છે દુનિયાની સૌથી લાંબી નદી, નામ જાણીને લાગશે નવાઈ!


