પાપુઆ ન્યૂગિનીના એક પ્રાંતમાં સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. આ હિંસામાં 30 લોકોનાં મોત થયા છે. આ સિવાય ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ છે. સેંકડો મહિલાઓ અને બાળકો પોતાના ઘર છોડી દીધા છે. આ લડાઈ ગેરકાયદે ખનન કરતા લોકો વચ્ચે વિવાદ થયા બાદ મારામારી થઈ હતી. આ સંઘર્ષ પોર્ગેરા સોનાની ખાણ પાસે રહેતા બે સમુદાય વચ્ચે થયો હતો. આ ઘર્ષ ગત ચાર દિવસોથી ચાલી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રે હિંસા વધી જતા એક જૂથે ખાણ પાસે સૌથી નજીક રહેતા બીજા જૂથ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા. પોર્ગેરા સમુદાયના એક સભ્યએ જણાવ્યું કે, હિંસાનું આ સ્તર ભયંકર છે. લોકોની હત્યા કરાઈ રહી છે અને ગુનાહિત તત્ત્વો શહેર પર કાબૂ કરી લીધું છે. રવિવારની સવાર સુધી વળતા હુમલા ચાલુ હ્યા હતા અને ઘણી ઈમારતોમાં આગચંપી કરવામાં આવી હતી. પોર્ગેરા ખાણામાં કામગીરી રોકી દેવામાં આવી ગતી.
સુરક્ષા કર્મચારીઓની સંખ્યા ઓછી
વર્તમાન સમયે ઘટનાસ્થળે 122 સુરક્ષાકર્મીઓ તૈનાત છે, જેમાં મોબાઈલ વાન અને પીએનજી સુરક્ષાદળના સભ્યો પણ સામેલ છે. પોલીસ અને સૈન્ય કર્મીઓની સંખ્યા ઓછી છે. અને તેઓ આ લડાઈને પૂર્ણ રીતે રોકવા સક્ષમ નથી. જેથી સરકારને લડાઈ રોકવા વધુ પોલીસ અને સૈન્ય મોકલવાની જરૂરિયાત હોવાનો સ્થાનિક પોલીસે દાવો કર્યો છે.
આ વિસ્તારમાં કર્ફયૂ લાદવામાં આવ્યો
શનિવારે મોડીરાત્રે સ્થાનિક પોલીસે બળપ્રયોગ કર્યો પરંતુ સ્થિતિ થાળે ન પડતા આખરે ઈમરજન્સી આદેશ આપીને કર્ફયૂ લાદી દેવામાં આવ્યો હતો. પાપુઆ ન્યૂગિનાના પોરગેરા ઘાટીમાં સવારે છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી કર્ફયૂ લાગુ કકવામાં આવ્યો છે. ગેરકાયદે ખનન અને બીજા સ્થાનિક વ્યકિતઓ માટે પોરગેરા સ્થાનને નિષેધ વિસ્તાર ગણીને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


