- પાપુઆ ન્યૂગિનીમાં કરપીણ રીતે 26 લોકોની હત્યા
- ચકચારી હત્યાની ઘટનાને યુનોએ પણ વખોડી
- તમામની હત્યા બાદ ઘરો સળગાવી દીધાનું સામે આવ્યું
પાપુઆ ન્યૂગિનીમાં 26 ગ્રામીણોની ચકચારી હત્યાથી હાહાકાર મચી ગયો છે. યુનો અને પોલીસ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે પાપુઆ ન્યૂગિનીના ઉત્તરી હિસ્સામાં આ ઘટના સર્જાઈ હતી. જ્યાં અંતરિયાળ ત્રણ ગામડાઓમાં એક ટોળકીએ 26 લોકોની હત્યા કરી નાખી હતી. 26 લોકોનાં મોતની ઘટનાને યુનોએ વખોડી કાઢી છે. આમાં 30 યુવકોના એક જૂથે ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારબાદ આ લોકોનાં ઘરોને આગને હવાલે કરી દીધા હતા.
દક્ષિણ પ્રશાંત દ્વીપ એવા ઈસ્ટ સેપિક પ્રાંતના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ખૂબ ભયંકર હતી. જ્યારે હું ઘટનાસ્થળે ગયો ત્યારે ત્યાં બાળકો, પુરુષો અને મહિલાઓનાં મૃતદેહો પડયા હતા.
મહત્ત્વું છે કે આ તમામ ગ્રામીણોને 30 યુવકોના એક જૂથે મારી નાખ્યા. ગામડામાં રહેલા તમામ ઘર સળગાવી દીધા અને વધેલા ગ્રામીણો પોલીસ સ્ટેશનમાં શરણ લીધી હતી. ગ્રામીણ હુમલાખોરોના નામ બતાવવાથી ડરી રહ્યા છે. રાતે કેટલાક મૃતદેહોને પાસે આવેલા કળણભૂમિના મગરોનો કોળિયો બનાવી લીધા હતા. અમે માત્ર એ સ્થાન જોયું જ્યાં તેઓને માર્યા હતા. લોકોના માથા કાપી નાખ્યા હતા. બાઉગેને જણાવ્યું કે હુમલાખોર સંતાઈ ગયા છે અને અત્યાર સુધી કોઈની ધરપકડ નથી થઈ.
મૃતકોમાં 16 બાળકો પણ સામેલ
યુનોના પ્રવકતાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે હુમલો 16 જુલાઈ અને 18 જુલાઈ તેમજ 18 જુલાઈએ થયા હતા. વધુમાં જણાવ્યું કે, હું પાપુઆ ન્યૂગિનીમાં ઘાતક હિંસાના અચાનક ફેલવાથી ભયભીત છું. આ હિંસા ભૂમિ અને ઝરણાના સ્વામિત્વ અને આને ઉપયોગ સંબંધી વિવાદનું પરિણામ મળે છે. પ્રતિનિધિએ જણાવ્યું કે ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયાની ખબર છે. જેમાં 16 બાળકો સામેલ છે. આ સંખ્યા 50થી વધુ હોઈ શકે છે. કારણ કે સ્થાનિક અધિકારીઓ ગુમ લોકોની શોધ કરી રહ્યા છે. આ સિવાય ઘરોને આગને હવાલે કરાયા તેના લીધે ગ્રામ્યના લોકો બીજે ચાલ્યા ગયા છે.


