By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    23 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટ્રક હડતાલના પગલે પાર્સલ બુકિંગ બંધ, માલનું પરિવહન ઠપ, શાકભાજીની અછતના ભણકારા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ટ્રક હડતાલના પગલે પાર્સલ બુકિંગ બંધ, માલનું પરિવહન ઠપ, શાકભાજીની અછતના ભણકારા

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:21 AM
2 years ago
Share
ટ્રક હડતાલના પગલે પાર્સલ બુકિંગ બંધ, માલનું પરિવહન ઠપ, શાકભાજીની અછતના ભણકારા
SHARE

  • સતત બીજા દિવસે ટ્રક ચાલકોની હડતાલ, ઠેર ઠેર પ્રદર્શન કરી કાયદાના વિરોધમાં આવેદનપત્રો અપાયા
  • યાર્ડમાં ટ્રક-ટેમ્પો લાવવાની મનાઈ
  • શાકભાજીના ઢગલા થઈ જતાં ભાવમાં 50થી 60 ટકાનો ઘટાડો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા આવતીકાલથી પાર્સલ બુકિંગ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં પરિવહન ખોરવાઈ જવાની ભીતિ છે. જ્યારે રાજકોટમાં તેમજ અન્ય શહેરોના યાર્ડમાં ટ્રક-ટેમ્પો લાવવાની મનાઈ ફરમાવાતા આગામી બે-ત્રણ દિવસમાં આવશ્યક ચીજવસ્તુ જેવી કે શાકભાજી, પેટ્રોલ-ડીઝલની અછતની રામાયણ થવાના અણસાર મળી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં ટ્રક હડતાલની ખાસ અસર જોવા મળી નથી. રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ, મગફળી અને સૂકા મરચાની આવક બંધ થઈ છે.

ટ્રક ચાલકોની હડતાલને પગલે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં અસરો જોવા મળી રહી છે. બંને જિલ્લામાં હજારો ટ્રકોના પૈડાં થંભી જતા શાકભાજી સહિતનો માલ અન્ય શહેરોમાં મોકલી શકાતો નથી. પરિણામે હોલસેલ માર્કેટોમાં શાકભાજીના ઢગલા થવા લાગ્યા છે અને ભાવમાં 50 થી 60 ટકાનો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હડતાલ લાંબો સમય ચાલશે તો સ્થાનિક ખેડૂતોએ પકવેલ શાકભાજી બહાર જઈ શકશે નહીં અને શાકભાજીના ભાવ તળિયે આવવાની દહેશત રહેલી છે. મંગળવારે ભિલોડામાં ટ્રક ચાલકોએ સરકારના માર્ગ અકસ્માતના કાયદાનો ઉગ્ર વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. સાબરકાંઠા ટ્રક ડ્રાઈવર એસોસિયેશન દ્વારા મંગળવારે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતુ. 4 જાન્યુઆરીના રોજ ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ બંધને સમર્થન જાહેર કર્યું હતું. મંગળવારે ટ્રકોની હડતાલની સાબરકાંઠામાં નહીવત અસરો જણાઈ હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે મંગળવારે મોટી સંખ્યામાં હાજર રહેલા વાહનચાલકોએ નવા કાયદાને રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદન દ્વારા રજૂઆત કરી હતી. તાપી જિલ્લાના જુદાજુદા તાલુકાના ટ્રક, ટેમ્પોચાલકોએ નવા કાયદાને કાળો કાયદો ગણાવીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. જો કાયદો તાત્કાલિક અસરથી રદ ન થાય તો તાપી જિલ્લાના ડ્રાઇવરો દ્વારા હડતાળ કરી, રસ્તા રોકો સહિતના જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.ટ્રક ડ્રાઇવરોની હડતાળના પગલે મધ્ય ગુજરાતની 115 ક્વોરીમાં ઉત્પાદન ઠપ થયું છે. હજારો શ્રામિકોને રોજગારી બે દિવસથી બંધ રહી છે. જો હડતાળ લાંબી ચાલે તો બાંધકામ ઉદ્યોગને અસર પડશે તેમ જણાવાય છે. બે દિવસમાં સરકારને ડયૂટી પેટે જ રૂ. 3 કરોડનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. વડોદરા ગ્રેઇન મર્ચન્ટ્સ એસો.ના પ્રમુખે જણાવ્યું હતું કે, હાલમાં કોઇ જ અસર અનાજ-કરિયાણાના પુરવઠા ઉપર પડી નથી. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી ચોખાનો પુરવઠો આવે છે. જોકે હાલમાં પુરવઠો પુરતા પ્રમાણમાં બજારમાં ઉપલબ્ધ છે. એક સપ્તાહ સુધી હડતાળ ચાલે તો જ તેની અસર પડી શકે તેમ છે. સિહોરના ટાવરચોક સામે ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરતા ટ્રાફિકજામ થયો હતો. તંત્ર દોડતુ થઈ ગયું હતું.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
ગાંધીનગર

ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું

Editor By Editor 2 days ago
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?