- પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડીને તેના પ્રેમીએ જાહેરમાં પ્રપોઝ કર્યું
- સ્ટેડિયમમાં હાજર લોકોએ તાળીઓ પાડી ત્યારે મહિલા ખેલાડીએ લગ્નની પ્રપોઝલ હસીને સ્વીકારી લીધી
- ગોલ્ડ મેડલ વિજેતા મહિલા ખેલાડી અને તેના પ્રેમીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
જી હા, અત્યારે પેરિસમાં ઓલિમ્પિક-2024 રંગેચંગે ચાલી રહ્યો છે. પરંતુ આ વખતે આમાં ઘણુંબધું એવું થઈ રહ્યું છે જે ચોંકાવનારું છે. એક બાજું જ્યાં જેન્ડરને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે એક પળ એવી પણ જોવા મળી કે, જેની પર ખૂબ તાળીઓ પડી. આ ઘટના જ ખૂબ જોરદાર બની અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને લઈ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર એક મહિલા ખેલાડીને લગ્નનો પ્રસ્તાવ મળ્યો. તેના પ્રેમીએ તેના મેડલ સેરેમની પછી રિંગ ઑફર કરતા લગ્નની પ્રપોઝલ મૂકી હતી. આ જોઈને સ્ટેડિયમાં તાળીઓ ખૂબ પડી હતી. કપલના સમર્થકોએ હૂટિંગ કરતા બંનેનો ઉત્સાહ વધાર્યો અને ગોલ્ડ મેડાલિસ્ટ એથલિટ મહિલાએ લગ્નનો પ્રસ્તાવ હસીને સ્વીકારી લીધો. મહિલા ખેલાડીએ હા કરી ત્યારે ત્યાં રહેલા તમામ દર્શકો અને ખેલાડીઓ પણ રાજીના રેડ થઈ ગયા હતા અને બંનેનું ખૂબ સ્વાગત કર્યું હતું.
મહિલા ખેલાડીના પ્રેમીએ ઘૂંટણિયે નમી પ્રપોઝ કર્યું
મળતી માહિતી અનુસાર, ચીનના એથ્લેટ્સ હુઆંગ અને ઝેંગ સિવેઈની ટીમે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંનેએ દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને જેઓંગ ના યુનને હરાવ્યા હતા. હુઆંગે આ મેચ 21-8 અને 21-11થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીએ ગોલ્ડ મેડલ પહેરતાની સાથે જ હુઆંગની ટીમની ખેલાડી લી યુચેન તેની સામે આવી અને તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. આ જોઈને લગ્ન પ્રસ્તાવને નકારી ન શકી અને તેણે હા પાડી દીધી.
હુઆંગે મીડિયા સામે ખુશી વ્યક્ત કરી
ઓલિમ્પિક મેડલ સેરેમની બાદ મીડિયા સાથે વાત કરતી વખતે હુઆંગને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે લગ્નનો પ્રસ્તાવ ચોંકાવનારો હતો. હું ઓલિમ્પિક ચેમ્પિયન છું અને રમતની તૈયારીમાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન હું યુચેનને મળ્યો. બાદમાં આ ઘટના બની.


