- સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું અભિભાષણ
- નવા સંસદ ભવનમાં આ મારું પહેલું સંબોધનઃ મુર્મૂ
- વિકસિત ભારતનું નિર્માણ કરનારી નીતિઓ અહીં ઘડાશેઃ મુર્મૂ
સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સંસદનું બજેટ સત્ર આજે સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું અભિભાષણ વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
નવા ગૃહમાં મારું પ્રથમ સંબોધન છે- રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બજેટ સત્ર માટે સંસદ ભવન પહોંચી ગયા છે. સંસદ ભવનમાં પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ નવા ગૃહની ઇમારતમાં આ મારું પ્રથમ સંબોધન છે. આ ભવ્ય ઈમારત આજના અમૃત કાલની શરૂઆતમાં બનાવવામાં આવી હતી. આ ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ચેતના પણ છે.
‘આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે’
‘આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે’
રાષ્ટ્રપતિ દ્રૌપદીએ કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા છે. 5G શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો છે. RTI ફાઇલ કરનારા લોકોની સંખ્યા 3.25 કરોડથી વધીને 8 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે. કલમ 370 પરની આશંકા હવે ઈતિહાસ બની ગઈ છે. આજે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. એક કરોડ 40 લાખ લોકો GST ભરી રહ્યા છે.
‘મારી સરકારે લાખો યુવાનોને નોકરી આપી’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આ નવા સંસદ ભવનમાં મારું પ્રથમ સંબોધન છે. આપણા બંધારણના અમલનું પણ આ 75મું વર્ષ છે. ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્વજ ફરકાવનાર પ્રથમ દેશ બન્યો. G20ની સફળતાએ સમગ્ર વિશ્વમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવી છે. મારી સરકારે લાખો યુવાનોને સરકારી નોકરીઓ આપી છે. નારી શક્તિ કાયદો લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓની ભાગીદારી વધારશે. રામ મંદિરના નિર્માણની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી જે સ્વપ્ન પૂર્ણ થઈ ગયું છે.


