- આજે BJPની સંસદીય દળની બેઠક
- સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું સન્માન
- 3 રાજ્યોમાં જીત બદલ પીએમ મોદીનું સન્માન
ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય દળની બેઠક આજે મળી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠક સંસદ ભવન સંકુલમાં થઈ હતી. આ દરમિયાન તેમને હાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા છે.
સદનમાં પણ કરાયુ હતુ સ્વાગત
આ પહેલા સોમવારે જ્યારે પીએમ મોદી સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે સંસદ ભવન પહોંચ્યા ત્યારે મોદી-મોદી અને ભારત માતા કી જયના નારા લગાવીને ગૃહમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના સાંસદોએ લગભગ ત્રણ મિનિટ સુધી તાળીઓ પાડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓના નામ પર ચર્ચા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આજે શિયાળુ સત્રના ચોથા દિવસે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.
મોદી કી ગેરંટીના લાગ્યા નારા
પીએમ મોદી જ્યારે સંસદીય દળની બેઠકમાં પહોંચ્યા ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને તમામ સાંસદોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ‘મોદી ગેરંટી’ના નારા લાગ્યા હતા.


