આજે સંસદના બંને ગૃહોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. શિયાળુ સત્રના છેલ્લા દિવસે પીએમ મોદી સહિતના શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ સંસદ ભવનમાં મળ્યા હતા. અહીં તેઓએ ચા પર ચર્ચા કરી હતી.
જ્યારે પીએમને કહ્યું કે સત્ર હજી લંબાવી શકાયું હોત
શિયાળુ સત્રના સમાપન પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના ચેમ્બરમાં પક્ષના નેતાઓ અને લોકસભાના સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બધા નેતાઓ પહોંચ્યા હતા. સંસદના સભ્યોએ પીએમને નવા સંસદ ભવનમાં સમર્પિત હોલની તેમની માંગણી પર વિચાર કરવા વિનંતી કરી.જેના જવાબમાં એક વરિષ્ઠ મંત્રીએ ટિપ્પણી કરી કે જૂના સંસદ ભવનમાં સમાન સુવિધા અસ્તિત્વમાં છે, પરંતુ તેનો ભાગ્યે જ ઉપયોગ થતો હતો. સભ્યોએ વડા પ્રધાનને એમ પણ કહ્યું કે સત્ર ઘણુ ઉયોગી રહ્યું. તેમણે એમ પણ કહ્યું કે સત્રને હજી વધારે લંબાવી શકાયુ હોત. કારણકે મોડી રાતે બિલ પસાર કરવું આદર્શન નથી માનવામાં આવતું.
પ્રિયંકા ગાંધી સાથે પીએમ મોદીએ શું કરી વાત ?
હળવા અંદાજમાં એ પણ કહેવામાં આવ્યું કે સત્ર સંક્ષિપ્ત એટલા માટે રહ્યું કારણ કે વિપક્ષ સતત વિરોધ પ્રદર્શનમાં વ્યસ્ત હતો. તેની પર મજાકિયા અંદાજમાં પીએમએ કહ્યું કે તેઓ તેમની અવાર પર ર નહોતા મૂકવા ઇચ્છતા. પીએમએ એન કે પ્રેમ ચંદ્રન જેવા સભ્યોના યોગદાનની સરાહના કરી અને કહ્યું કે તેઓ ચર્ચા માટે હંમેશા તૈયારી સાથે આવે છે. આ મુલાકાતમાં પ્રિયંકા ગાંધીએ સંસદીય ક્ષેત્ર વાયનાડ પર પણ ચર્ચા કરી. આ દરમિયાન પ્રિયંકાની કોઇ વાત પર પીએમ મોદી હળવા અંદાજમાં દેખાયા.
આ દરમિયાન, પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાંથી એક ખાસ ઘટકનો ઉલ્લેખ કર્યો. નીલી હળદરનું વર્ણન કરતા તેમણે કહ્યું કે તેઓ નિયમિતપણે તેનો ઉપયોગ કરે છે અને તે ગળા અને છાતીને શાંત કરે છે, ખાસ કરીને પ્રદૂષણની અસરો સામે રક્ષણ આપવા માટે. બેઠકમાં હાજર ઘણા સાંસદો તેમના નિવેદન પર હસતા જોવા મળ્યા.
મોડી રાત્રે બિલ કરાયું હતું પસાર
ઉલ્લેખનીય છે કે શિયાળું સત્રના છેલ્લા દિવસે લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ. જોકે વંદે માતરમ પછી તરત જ, સ્પીકર ઓમ બિરલાએ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું. આ દરમિયાન, ઓમ બિરલાએ કહ્યું કે સત્ર દરમિયાન ગૃહની પ્રોડક્ટિવીટી 111% હતી. ગુરુવારે રાત્રે 12:30 વાગ્યે રાજ્યસભામાં VB-G RAM G બિલ પસાર કરવામાં આવ્યું. વિપક્ષી સાંસદોએ બિલનો વિરોધ કરતા ચર્ચા દરમિયાન હંગામો મચાવ્યો. બિલ પસાર થાય તે પહેલાં સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું અને ધરણા પ્રદર્શન કર્યુ હતું.
પ્રિયંકા ગાંધી મળ્યા હતા નીતિન ગડકરીને
પ્રિયંકા ગાંધીએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન પીએમ મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકાએ ગુરુવારે સંસદની કાર્યવાહી દરમિયાન નીતિન ગડકરી સાથે મુલાકાતની વિનંતી કરી હતી, અને ત્યારબાદ બંને નેતાઓ ટૂંક સમયમાં મળ્યા હતા. આ બેઠક દરમિયાન, પ્રિયંકાએ તેમના મતવિસ્તાર, વાયનાડ સામેના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.


