- સર્બિયામાં રાષ્ટ્રપતિ વ્યુસિકની રાજનીતિ સામે નાગરિકો ત્રાહિમામ
- સંસદીય ચૂંટણીની વચ્ચે સંસદીય ચૂંટણીઓની તડામાર તૈયારી તેજ
- આ ચૂંટણી રાષ્ટ્રપતિ વ્યુસિકની પાર્ટી SPS માટે લિટમસ ટેસ્ટ હશે
સર્બિયામાં રાષ્ટ્રપતિ વ્યુસિક સામે વધતા અસંતોષના અહેવાલો વચ્ચે સંસદીય ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. સંસદીય ચૂંટણીની સાથે સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે. વધતી જતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને હિંસાના મામલાઓને કારણે જનતા નારાજ છે.
દક્ષિણ પૂર્વીય યુરોપિયન દેશ સર્બિયામાં રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિક સામે વધતા અસંતોષ વચ્ચે સંસદીય ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. આસમાની મોંઘવારી, વધતો ભ્રષ્ટાચાર અને હિંસાની ઘટનાઓને લઈને આ દેશના લોકોમાં ભારે રોષ છે. સર્બિયાની આ સામાન્ય ચૂંટણી રાષ્ટ્રપતિ વ્યુસિકની પાર્ટી એસપીએસ માટે લિટમસ ટેસ્ટ હશે.


