પરીક્ષાના પેપરો ચકાસવાની કામગીરી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૧ એપ્રિલથી શરૂ થયેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે રાજકોટ જિલ્લામાં રેકોર્ડ સર્જાયો છે, વર્ષ ૨૦૨૪માં સમગ્ર શહેર કે,જિલ્લામાં એક પણ કોપીકેસ નોંધાવાની સાથે મંગળવારે છેલ્લા દિવસે મંગળવારે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ત્રણ ઓપશનલ વિષયના પેપર લેવાઈ જવાની સાથે જ બોર્ડની પરીક્ષા સંપન્ન થઈ છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કંટ્રોલરૂમના સત્તાવાર રિપોર્ટ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે ધોરણ- ૧૨માં સવારના સમયે રાજ્યશાસ્ત્રની પરીક્ષા યોજાઈ હતી જેમાં ૩૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોર બાદ સમાજશાસ્ત્રના પેપરમાં ૫૫૫૯ વિદ્યાર્થીઓ પૈકી ૫૪૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૯૭ ગેર હાજર રહ્યા અને અને ત્રણ ઓપશનલ વિષયમાં તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, બોર્ડ આયોજિત ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં માર્ચ ૧૧થી લઈ મંગળવારે ૨૬ માર્ચ સુધીમાં રાજકોટ શહેર કે વિદ્યાર્થી કોપી કેસમાં કે જિલ્લામાં એક પણ ગેરરીતિમાં પકડાયો ન હોવાથી રાજકોટ જિલ્લામાં ઇતિહાસ રચાયો છે, જો કે, હવે સીસીટીવીની ચકાસણીમાં કોઈ ગેરરીતિની બાબતો સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું.
આ ઉપરાંત આ વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માધ્યમીક શીક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામ વહેલા જાહેર કરવા માટે પેપરોની ચકાસણીની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.


