- ભારતીય પાસપોર્ટ વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટમાંને એક છે
- એક અભ્યાસમાં યુએઈનો પાસપોર્ટ સૌથી ટોચ પર છે
- ઓસ્ટ્રેલિયાની ખાનગી પેઢીએ વિવિધ દેશોના પાસપોર્ટને લઈ એક અભ્યાસ હાથ ધર્યો હતો
ભારતીય પાસપોર્ટને વધુ એક યશકલગી કહી શકાય તેવી સિદ્ધિ સામે આવી છે. જી હા.. ભારતીય પાસપોર્ટ વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ છે. અને આ એક અભ્યાસમાં તથ્ય સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની એક ખાનગી પેઢીએ વિવિધ દેશના પાસપોર્ટના ખર્ચા અને અન્ય બાબતોને લઈ અભ્યાસ હાથ ધર્યો હતો. પાસપોર્ટની વેલિડિટી પણ દર વર્ષના ખર્ચની સરખામણી કરવામાં આવી. આમાં એ સરખામણી પણ સામેલ છે કે કયા દેશનો પાસપોર્ટનો ઉપયોગ કરી કેટલા દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે. ઓસ્ટ્રેલિયન ખાનગી પેઢીના અભ્યાસમાં ભારતના પાસપોર્ટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. દુનિયાના બીજા દેશોના પાસપોર્ટથી પણ તુલના કરાઈ ત્યારે જાણવા મળ્યું કે ભારતનો પાસપોર્ટ વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ છે.
ઓસ્ટ્રેલિયન ફર્મ તરફથી સત્તાવાર નિવેદન પ્રમાણે 10 વર્ષની વેલિડિટી માટે ભારતીય પાસપોર્ટની કીંમત 18.7 ડોલર એટલે કે 1505 રૂપિયા છે જ્યારે યુએઈ પાંચ વર્ષના પાસપોર્ટ માટે 17.70 ડોલર (1474) રૂપિયા ચુકવવા પડે છે. ભારતીય પાસપોર્ટ સસ્તો થે પરંતુ આ સીમિત દેશોમાં જ વીઝા ફ્રી એન્ટ્રી આપે છે. ભારતીય પાસપોર્ટ જેની પાસે હોય તેને 62 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળે છે જ્યારે આ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા જેવા દેશોથી ઊલ્ટું છે. જેનો પાસપોર્ટ મોંઘો છે પરંતુ તે વધુ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી આપે છે.
આ અભ્યાસમાં, UAE પાસપોર્ટ દરેક પાસામાં ટોચ પર રહ્યો હતો. પછી તે વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ હોય કે વિઝા ફ્રી એક્સેસ.વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ ભારતીય પાસપોર્ટ ‘સૌથી સસ્તો’ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ ભારતીય પાસપોર્ટ સૌથી સસ્તો છે. ભારતીય પાસપોર્ટની એક વર્ષની વેલિડિટી માટે માત્ર 1.81 ડોલર કીંમત (150 રૂપિયા) ચૂકવવી પડશે.


