ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા આજરોજ વહેલી સવારે પાટણ ખાતે આવેલ જુની શીશુ મંદિર વિદ્યાલય ખાતે મતદારો તેમજ કાર્યકર્તાઓને સંબોધ્યા બાદ રોડ શો કરીને કલેકટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરો તેમજ મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ લોકસભા બેઠક પર રસાકસીભરી ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે બંને પક્ષના ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજરોજ પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા ઉમેદવારી પત્ર વિજય મુહૂર્તમાં ભર્યું હતું તેમજ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા ભરતસિંહ ડાભી દ્વારા પાટણ શહેરમાં આવેલ નગરદેવી કાલીકા માતાજીના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કાર્યકરો અને આગેવાનો ની ઉપસ્થિતિમાં જનસભા સંબોધી હતી ત્યારબાદ ખુલ્લી જીપમાં લોકોના અભિવાદન ઝીલતા રેલી સ્વરૂપે જુનાં શીશુ વિદ્યાલયથી મદારસા દોશીવટ બજાર હિગળાચાચર બગવાડા દરવાજા પાલિકા બજાર રેલ્વે સ્ટેશન કોલેજ રોડ પર આવેલી કલેકટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને ઉમેદવારી પત્ર આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા તેમજ અત્રે યોજાયેલી સભામાં ઉપસ્થિત કલાકાર જીગ્નેશ કવિરાજ દ્વારા સાંસદ ભરતસિંહ ડાભી ના સમર્થનમાં લોકગીત ગાઇને સમર્થન આપ્યું હતું
પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ સભા સંબોધી રોડ શો યોજી ઉમેદવારી નોંધાવી


