સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે સિદ્ધપુર તાલુકાના આંકવી અને મેળોજ ગામે રૂપિયા 2.90 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્તટ્વ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 80 લાખના ખર્ચે આંકવીથી માનપુરા સુધીના 2.23 કિલોમીટર રસ્તાનું રિસરફેસીંગ, ડામર કામ અને રોડ ફિનિશિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈ સ્થાનિક મુસાફરી વધું સુરક્ષિત બનશે તદ્પરાંત મહાકાળી આશ્રામથી સિદ્ધપુર મેળોજને જોડતાં 1.5 કિલોમીટર લાંબા માર્ગ માટે પણ 1.65 કરોડ ફાળવાયા છે જેનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ મેળોજ ગામે પિવાના પાણીની સુવિધા માટે પણ 45 લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીન બોરવેલ મળતાં જ ગામલોકોને હવે ઘરબેઠા પિનાનું શુદ્ધ પાણી મળી રહેશે. યોજાયેલ કાર્યક્રમમાં વિષ્ણુભાઈ પટેલ, રણજીતસિંહ ઠાકોર, મુકેશભાઈ ચૌધરી, દિલીપજી ઠાકોર તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


