ગાંધીના ગુજરાતમાં દારૂ વેચવા પીવા ઉપર પાબંધી હોવા છતાં અવારનવાર આવો પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડાતો હોય છે. હમણા જ દારૂ બંધ કરાવવા જિગ્નેસ મેવાણી દ્વારા થરાદમાં સભા યોજી આકરા શબ્દોમાં પોલીસને ટાર્ગેટ કરી આડે હાથે લીધી હતા સાથે થરાદમાં લોકોએ દારૂ બંધ કરાવવા રેલી કાઢી આવેદન પત્ર આપ્યા હતા. તેવામાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામી દેવાના આદેશો આપ્યા હતા અને શંખેશ્વર પોલીસ એકશનમાં આવી હતી અને જુગાર પ્રોહિ. ડ્રાઈવ પેટ્રોલીંગ યોજી તે દરમ્યાન ટુવડ સુરજ ધનોરા ત્રણ રસ્તા ઉપર રહેતા ઠાકોર મદારસંગ રૂપાજી ટુવડ વાળો તેના મકાનમાં ઇંગ્લિશ દારૂનો વેપલો કરતો હોવાની બાતમીના આધારે શંખેશ્વર પોલીસે રેડ કરતાં બે બોટલ વિદેશી દારૂ સાથે મદારસંગને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


