પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે ફરી એક વાર બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે અબલુવા ગામ દરોડો પાડીને બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો.
માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ ન હતું
આ નકલી તબીબ પાસે કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ ન હતું છતાં તે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. લાયકાત વગરનો ડોક્ટર ગામડાના બીમાર લોકોને એલોપેથીક દવાઓ તથા ઈન્જેક્શનો આપી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.
પીન્ટુસીંગ પ્રભાતસીંગ જાદવને ઝડપી પાડ્યો
SOG પોલીસે બાતમીના આધારે અબલુવા ગામમાં એદલા જતા રોડ પર આવેલી એક દુકાનમાં ડૉક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી કરી રહેલા પીન્ટુસીંગ પ્રભાતસીંગ જાદવને ઝડપી પાડ્યો હતો
એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલ સાધનો મળ્યા
પોલીસ તપાસમાંથી બોગસ તબીબ પાસેથી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 4581.97/- ની કિંમતનો મુદ્દામાલ મળ્યો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


