જો તમે અમેરિકામાં જઇને અભ્યાસ કરવા માંગતા હોવ તો આ સમાચાર તમારા લોકો માટે છે. કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા ઇન્ટરવ્યુ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો છે. વહીવટીતંત્રે તમામ યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને સૂચના આપી છે કે તેઓ હાલ માટે નવા વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યુ ન લે. ટ્રમ્પ સરકારે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સઘન તપાસ ફરજિયાત બનાવવાની યોજનાના ભાગ રૂપે આ પગલું ભર્યું છે.
વિદેશી વિદ્યાર્થીઓના હાલ નહી ગોઠવાય ઇન્ટરવ્યુ
ટ્રમ્પ વહીવટીતંત્ર વિદેશી વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત બનાવવાનું વિચારી રહ્યું છે. 27 મેના રોજ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા હસ્તાક્ષર કરાયેલા સત્તાવાર પત્ર અનુસાર, નવી માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (FM) અને એક્સચેન્જ વિઝિટર (J) વિઝા ઇન્ટરવ્યુ માટેની નવી તારીખો આપવામાં આવશે નહીં.
સોશિયલ મીડિયા કરાશે ચેક
ટ્રમ્પ વહીવટીતંત્ર સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની ચકાસણી વધારવાનું વિચારી રહ્યું હોવાથી, કોન્સ્યુલેટ્સને વિદ્યાર્થી વિઝા અરજદારો માટે નવા ઇન્ટરવ્યુ શેડ્યૂલ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી, જરૂરી સોશિયલ મીડિયા તપાસ અને વિસ્તૃત ચકાસણી માટે કોન્સ્યુલર વિભાગોને વધુ માર્ગદર્શન આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ વધારાની વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર (FM અને J) વિઝા એપોઇન્ટમેન્ટ લેવામાં આવશે નહીં.
યુએસ એમ્બેસીઓને આદેશ
ટ્રમ્પ વહીવટીતંત્ર સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની ચકાસણી વધારવાનું વિચારી રહ્યું હોવાથી, રુબિયોએ વિશ્વભરના યુએસ એમ્બેસીઓને વિદ્યાર્થી વિઝા અરજદારો માટે નવા ઇન્ટરવ્યુ શેડ્યૂલ ન કરવાનો આદેશ આપ્યો છે. માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે જરૂરી સોશિયલ મીડિયા તપાસ અને વિસ્તૃત ચકાસણીની તૈયારી માટે તાત્કાલિક અસરથી કોન્સ્યુલર વિભાગોને વધુ માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી કોઈ વધારાની વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર (એફએમ અને જે) વિઝા એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ નહીં.
સ્ટુડન્ટ વિઝા લેનારા વિદ્યાર્થીઓને જોવી પડશે રાહ
આ નિર્ણયને યુએસમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે દરેક વિદેશી વિદ્યાર્થીની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. ખાસ કરીને એવા લોકો કે જેઓ ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયા હોય.. નવા નિયમ હેઠળ ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી સામેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની ખાસ તપાસ કરવામાં આવશે. ટ્રમ્પ સરકારના આ પગલાથી વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા પર ગંભીર અસર પડી શકે છે અને ઘણી અમેરિકન યુનિવર્સિટીઓને નુકસાન થઈ શકે છે, જે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર નાણાકીય રીતે ભારે નિર્ભર છે.