- ઓટોમેશન અપનાવવાની સ્પર્ધામાં નોકરીઓનો લેવાઈ રહેલો ભોગ
- કંપનીએ અગાઉ 2021માં પણ 500થી 700 કર્મચારીઓની છટણી કરી હતી
- કર્મચારીઓની સંખ્યા 30 ટકા વધારે હોવાનો દાવો
કંપનીની કાર્યક્ષમતા વધારવા તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અપનાવવાની લાયમાં ફીનટેક કંપની પેટીએમ દ્વારા 1000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. કંપનીએ સેલ્સ, ઓપરેશન્સ અને એન્જિનિયરિંગ ટીમમાંથી કર્મચારીઓની છટણી કરી છે. કંપની દ્વારા ઓટોમેશન અપનાવવાની સ્પર્ધામાં નોકરીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. કંપનીએ આ અગાઉ 2021માં પણ 500થી 700 કર્મચારીઓની છટણી કરી હતી. આ માટે કર્મચારીઓ બિનકાર્યક્ષમ હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.
હાલનો બિઝનેસ વધારવા પગલાં
કંપનીનાં પ્રવક્તાએ કહ્યું કે હાલ કંપની બિઝનેસ વધારવા પગલાં લઈ રહી છે. ઈન્સ્યુરન્સ અને વેલ્થ એ બંને કંપની માટે વિસ્તરણનાં મહત્વનાં સેક્ટર છે. અમે હાલનો બિઝનેસ વધારવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. લોન ડિસ્ટ્રિબ્યુશનનાં મોડેલને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ.
કર્મચારીઓની સંખ્યા 30 ટકા વધારે હોવાનો દાવો
પેટીએમનો લોન-ધિરાણ બિઝનેસ સારી કામગીરી કરી રહ્યો છે. આમ છતાં તેનાં પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે. ટીમની સાઈઝ કુલ કર્મચારીઓ કરતા 30 ટકા વધારે છે. RBI કન્ઝયુમર લેન્ડિંગ અંગેની નવી ગાઈડલાઈન્સ કંપનીને વધુ કર્મચારીઓ છૂટા કરવા ફરજ પાડી શકે છે. RBI નવી ગાઈડલાઈન મુજબ પેટીએમને ટૂંકાગાળાની સ્મોલ પર્સનલ લોન તેમજ બાય નાઉ પે લેટર જેવી લોન સર્વિસ બંધ કરવા ફરજ પડી શકે છે. કંપનીએ Fરૂ 24નાં બીજા ક્વાર્ટરમાં રૂ. 292 કરોડની ખોટ કરી છે.


