– રિઝર્વ બેંકે ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ NBFC એકમો માટે PCA ફોર્મેટ બહાર પાડયું હતું
Updated: Oct 12th, 2023
મુંબઈ : પ્રોમ્પ્ટ રિમેડિયલ એક્શન (પીસીએ) ફોર્મેટ હેઠળના કડક સુપરવાઇઝરી ધોરણો ઓક્ટોબર ૨૦૨૪ થી સરકારી માલિકીની નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) પર લાગુ થશે તેમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું.
જ્યારે નાણાકીય એન્ટિટી પીસીએ ફોર્મેટ હેઠળ મૂકવામાં આવે છે, ત્યારે તેના ડિવિડન્ડ/ નફાના રેમિટન્સના વિતરણ, પ્રમોટર્સ/શેરધારકોને રોકાણ અથવા ઇક્વિટીના વેચાણ પર અને જૂથ કંપનીઓ વતી ગેરંટી આપવા અથવા અન્ય આકસ્મિક જવાબદારીઓ લેવા પર પ્રતિબંધો છે.
રિઝર્વ બેંકે ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ એનબીએફસી એકમો માટે પીસીએ ફોર્મેટ બહાર પાડયું હતું.પહેલા માત્ર ખાનગી ક્ષેત્રની એનબીએફસી કંપનીઓને જ તેના દાયરામાં રાખવામાં આવતી હતી પરંતુ હવે જાહેર ક્ષેત્રની એનબીએફસીને પણ તેના હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફોર્મેટની સમીક્ષા કરવામાં આવી છે અને તેને ૧ ઓક્ટોબર, ૨૦૨૪ થી સરકારી એનબીએફસી (નાની કંપનીઓ સિવાય) સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે, આધાર ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી અથવા તે પછીના ઓડિટેડ નાણાકીય ડેટા હશે.