પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવેલ ત્યારે રાજકોટ સ્થિત ઔધાગિક એકમ પેલીકન રોટોફ્લેક્સ પ્રા. લી.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ભરતભાઈ શાહ અને ડિરેક્ટર વિજયભાઈ શાહ દ્વારા ખાસ બહુમાન કરવામાં આવેલ હતું. રાજકોટના અટલ બિહારી વાજપાયી ઓડિટોરિયમ ખાતેના કાર્યક્રમ ‘હેતનો હોંકારો’ માં ભરતભાઈ શાહ અતિથિ વિશેષ મેહમાન હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ ૪૫ મિનિટ હાજરી આપેલ હતી. ભરતભાઈ શાહ અને વિજયભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રીનું સ્ટેજ ઉપર તમામ રાજકોટવાસીઓ વતી વિશાળજનમેદની સમક્ષ ખાસ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.
અત્રે ઉલેખનીય છે કે ભરતભાઈ શાહ અને વિજયભાઈ શાહની કંપની પેલીકન રોટોફ્લેક્સ આજે વિશ્વસ્તરીય ટેક્નોલોજી દ્વારા હાઈ-ટેકરોટોગ્રોવર પ્રિન્ટિંગ મશીન બનાવતી વિશ્વની અગ્રગણ્ય કંપની છે. તેટલું જ નહિ પોતાના ક્ષેત્રમાં તેઓ વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન ધરાવે છે અનેભારતના પ્રીમિયમ સેગ્મેન્ટમાં તેઓ ૭૦% થી વધુ માર્કેટ શેર ધરાવે છે. પેલીકન રોટોફ્લેક્સ આજે ફક્ત રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ભારતને ગૌરવ અપાવી રહી છે. ભરતભાઈ શાહ અને તેમનું કુટુંબ રાજકોટમાં અનેક સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણના ક્ષેત્રે સતત અમૂલ્ય યોગદાન આપી છેવાડાના જરુરિયાતમંદ કુટુંબના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઇ તેમના અને તેમના કુટુંબના જીવનમાં સકારાત્મક પરિવર્તન અને ઉત્કર્ષ લાવવાની ઉમદ્દા સામાજિક પ્રવૃતિઓ તેઓ કરી રહ્યા છે.


