- વિવિધ પડતર માંગણીઓને લઇ પેનડાઉન આંદોલન
- રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાનું આહ્વાન
- કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી કરશે વિરોધ
રાજ્ય સરકારના કર્મચારીઓનું પેનડાઉન આંદોલન છે. જેમાં વિવિધ પડતર માંગણીઓને લઇ પેનડાઉન આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે પેનડાઉન આંદોલનની જાહેરાત કરાઇ છે. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાએ આહ્વાન કર્યું છે.
કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી વિરોધ કરશે
કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી વિરોધ કરશે. તેમાં 4 માર્ચ સુધી સરકારને અલ્ટીમેટમ અપાયું હતું. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માગ છે. તથા ફિક્સ પે સ્કેલ હટાવવાની કર્મચારીઓની માગ છે. તેમજ 45 કેડેટના કર્મચારીઓના મત લઇ સરકારમાં અપાશે. જિલ્લાની કચેરીઓમાં મેતપેટી મુકવામાં આવશે. તથા 9 માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓની મહાપંચાયત છે.
શિક્ષકો અને કર્મચારીઓની મહાપંચાયત થશે
લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષક અને કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે. જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ નથી. તેમાં શિક્ષકોએ ચોક ડાઉન કરી વિરોધ કર્યો છે. તેમજ કર્મચારીઓનો પેન ડાઉન કરી વિરોધ કર્યો છે. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયા છે. સમગ્ર રાજ્યના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે.


