- દેશ અને વિદેશથી શ્રદ્વાળુઓ મેળામાં પહોંચ્યા
- પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ
- ભવનાથ તળેટી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં લોકો ઉમટ્યા છે. જેમાં દેશ અને વિદેશથી શ્રદ્વાળુઓ મેળામાં પહોંચ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ છે. ભવનાથ તળેટી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં DySP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યાં છે.
7 DySPને જવાબદારી સોંપવામાં આવી
7 DySPને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ 23 PI,117 PSI સહિત 2799 પોલીસજવાનો તૈનાત છે. બોડી કેમેરા તેમજ વોકીટોકી વાયરલેસ સેટ સાથે જવાનો તૈનાત છે. 4 RTO વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે. તથા જિલ્લા પોલીસ વડાએ 10 સર્વેલન્સ ટીમ બનાવી છે. તેમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એન્ટી રોમિયો સ્ક્વોડ તૈનાત છે. જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો બીજો દિવસ છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ મેળામાં ઉમટી પડ્યા છે.
દેશભરમાંથી સાધુ-સંતોનો ભવનાથમાં જમાવડો
દેશભરમાંથી સાધુ-સંતોનો ભવનાથમાં જમાવડો છે. ભવનાથ વિસ્તાર જય ભોળેના નાદથી ગુંજી ઉઠ્યો છે. તેમજ આજે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. રાજ્યના નામાંકિત કલાકારો મોજ કરાવશે. તેમજ સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહાશિવરાત્રીના દિવસે સાધુઓની રવાડી નીકળશે. મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોએ ધૂણી ધખાવી છે. ભગવાન શિવશંકરને રીઝવવા સાધુઓની આરાધના સાથે યોગ આરાધક સાધુએ ભવનાથ મંદિરમાં યોગ આરાધના કરી છે.


