- દંડની કાર્યવાહીથી લોકોમાં આવી રહી છે અવેરનેસ
- અમદાવાદીઓ માની રહ્યા છે કે AMCની આ કાર્યવાહી યોગ્ય છે
- દંડની કાર્યવાહીથી અમદાવાદના રોડ પર ગંદકી ઘટશે
અમદાવાદમાં રોડ પર પાનની પિચકારી મારવી ભારે પડી રહી છે. જેમાં ગઈકાલે પણ AMCએ 198 લોકોને દંડ ફટકાર્યો હતો. દંડની કાર્યવાહીથી લોકોમાં અવેરનેસ આવી રહી છે. તેમજ અમદાવાદીઓ માની રહ્યા છે કે AMCની આ કાર્યવાહી યોગ્ય છે. તથા દંડની કાર્યવાહીથી અમદાવાદના રોડ પર ગંદકી ઘટશે.
અગાઉ એક જ દિવસમાં 135 ઈસમો ઝડપા હતા
એક જ દિવસમાં 135 ઈસમો ઝડપા હતા. જેમાં તમામ ઈસમો સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો છે. ચાલુ વાહને પિચકારી મારનારા ઈસમો સામે પણ કાર્યવાહી થઇ રહી છે. CCTVના આધારે વાહન નંબર મેળવી ઇ – મેમો અપાયો છે. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. તેમાં ઈસમો સામે કાર્યવાહી કરી રૂપિયા 15, 210નો દંડ વસુલાયો છે. તેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં પિચકારી મારતા પકડાયા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં 35, દક્ષિણ ઝોનમાં 29 ઈસમો ઝડપાયા છે. તથઆ ઉતર ઝોનમાં 24 અને પૂર્વ ઝોનમાં 14 પકડાયા છે. હવે પાનની પિચકારી મરનાર સામે કડક કાર્યવાહી થઇ રહી છે.
મેમો બાદ રીક્ષા ચાલકો પણ એલર્ટ થયા છે
CCTVના આધારે 135 ઇસમોને મેમો ફટકારાયા છે. જેમાં મેમો બાદ રીક્ષા ચાલકો પણ એલર્ટ થયા છે. કડક કાર્યવાહી થતા રીક્ષા ચાલકોએ નિર્ણય કર્યો છે. હવે રિક્ષામાં બેસતા પેસેન્જર પર નજર રાખીશુ તેમ રીક્ષા ચાલકોએ જણાવ્યું છે. પાનની પિચકારી ન મારે તેની અમે તકેદારી રાખીશું. પેસેન્જરના લીધે અમને મેમો ન આવે છે. અમદાવાદને સ્વચ્છ બનાવવું છે.


