રાજકોટ શહેરમાં સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ન ફરિયાદોના ઝડપી નિવાર તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આઠ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યો છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા દિનભરમાં ૧૩૨૦ લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ ૪૭૩ સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જેમાં ગઈકાલે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ૧૮ ફરિયાદો સીસીટીવી કન્ટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવી હતી. અને એક સફાઈ કામદારને કચરો સળગાવવા બદલ 250/- દંડ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી ૨૪ કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવ્યું હતું .
ઉપરોકત કામગિરી મનપા કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.