- કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક સાબિત થશેઃ સંઘાણી
- કોંગ્રેસને વિપક્ષનું સ્થાન પણ નથી મળ્યુંઃ સંઘાણી
- કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો
હાલમાં એક તરફ દેશભરમાંથી લોકો અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા તત્પર છે ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ અપાયું હતું. જો કે કોંગ્રેસ હાઇકમાન્ડે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ત્યારે કોંગ્રેસના નિર્ણયને લઈને ભાજપ નેતા દિલીપ સંઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિરમાં પણ પોલિટિકસ દેખાય છે.
‘કોંગ્રેસની અવદશા બેઠી છે’
ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક સાબિત થશે તેમજ સ્થાનિક કાર્યકર્તાઓની આસ્થા સામે કોંગ્રેસની હવે અવદશા બેઠી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ પરંપરા ચાલી આવે છે, કે, મંદિરના નિર્માણમાં ન આવવું તે. અગાઉ પણ નહેરૂ પણ સોમનાથ મંદિરમાં નહોતા આવ્યા. જેવા કારણોથી કોંગ્રેસની દૂરદશા થઈ છે, જે આપણે જોઈ રહ્યાં છીએ.
આ સાથ જ તેમણે કહ્યું કે, તેઓ ઈટાલીથી આવેલા છે એટલે ઈસાઈ ધર્મ પાળતા હોય એટલે કદાચ ન આવી શકે તે સમજી પરંતુ કોંગ્રેસ નહી આવે તે નિર્ણય કર્યો છે, તેનાથી કોંગ્રેસના દેશભરના અન્ય કેટલા કાર્યકરો શ્રદ્ધાને ઠેસ પહોંચી. આ નિર્ણય કોંગ્રેસનો નથી પરંતુ વ્યક્તિગત નિર્ણય છે.
જેની સાથે જ દિલીપ સંઘાણીએ કહ્યું કે, રાષ્ટ્રીય કોંગ્રેસનો નિર્ણય સ્થાનિક કાર્યકર્તાઓની આસ્થા સામે કોંગ્રેસની અવદશા બેઠી છે. જેની સાથે જ સંઘાણીએ અંબરીશ ડેર અને અન્ય કોંગ્રેસ નેતાઓ દ્વારા રામ મંદિરના નિર્ણયને બિરદાવ્યો છે. તેમજ શક્તિસિંહ ગોહિલના નિવેદનનો પણ બહિષ્કાર કર્યો છે.


