- રાહુલગાંધીની ન્યાયયાત્રાને લઇને બદરુદ્દીનના પ્રહાર
- 14 જાન્યુઆરીથી મણિપુરના ઇમ્ફાલથી ન્યાય યાત્રા શરૂ થશે
- જનતા કોંગ્રેસને વોટ નહી આપે- બદરુદ્દીન અજમલ
ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટના ચીફ બદરુદ્દીન અજમલે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને મહત્વનું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે 14 જાન્યુઆરીથી મણિપુરના ઇમ્ફાલથી ન્યાય યાત્રા શરૂ થવાની છે ત્યારે ન્યાય યાત્રા શરૂથાય તે પહેલા જ બદરુદ્દીનના નિવેદને રાજકારણ ગરમાવ્યું છે.
રાહુલગાંધીની ન્યાય યાત્રાને લઇને નિવેદન
બદરુદ્દીન અજમલનું કહેવુ છે કે રાહુલગાંધી ભલે ભારત ન્યાય યાત્રા શરૂ કરે પરંતુ જનતા કોંગ્રેસને વોટ નહી આપે. રાહુલ ગાંધી નહેરુ પરિવારના પુત્ર છે. જ્યારે તેઓ કોઈપણ જગ્યાએ જાય છે, ત્યારે લોકો ત્યાં ભેગા થઇ જાય છે. લોકો તેમને હીરો તરીકે જોશે પણ તેમને મત આપશે નહી. કોંગ્રેસ માટે આ ચાલશે નહી. મહત્વનું છે કે બદરુદ્દીન અજમલે ગુરુવારે આસામના બરપેટા જિલ્લાના બાઘમારા ચાર વિસ્તારમાં એક જાહેર સભામાં હાજરી આપ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ 50 ટકા પ્રવાસ કર્યો
બદરુદ્દીન અજમલે એમ પણ કહ્યું કે, અગાઉ રાહુલ ગાંધીએ દેશનો 50 ટકા પ્રવાસ કર્યો હતો અને તે સારું હતું. પરંતુ તેઓને ચૂંટણીમાં જે પરિણામો મળ્યા, શું તેમને ધાર્યા પરિણામો મળ્યા? તેમ બદરુદ્દીન અજમલે સવાલ કર્યો હતો.


