- ગુમ થયેલા 9 લોકોની તપાસ ચાલુ : સરકાર
- માનવ તસ્કરી ગેંગમાં ફસાયા હોવાની અરજદારની રજૂઆત
- કાયદેસરના વિઝા પર ગયા હોવાની અરજદારની રજૂઆત
રાજ્યમાં સતત વિદેશમાં ફરવા જતાં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે એન્ટીગુઆથી 9 લોકો ગુમ થવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેના અનુસાર, એક વર્ષ પહેલા ફ્રાન્સના કેરેબિયન ટાપુથી ગુમ થયેલા 9 ગુજરાતીઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.
આ સમગ્ર મામલે બળવંતસિંહ વાઘેલા, રેખાબેન પટેલ અને જિતેન્દ્ર કુમાર પટેલ દ્વારા એડવોકેટ માસુમ શાહ અને એડવોકેટ એચ.કે ધોળકિયા મારફતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી.
તેમજ અરજદારોના જણાવ્યા પ્રમાણે 9 લોકો ફ્રાન્સ અંતર્ગતના કેરેબિયન ટાપુઓમાં ફરવા ગયા હતા. જ્યાંથી તેઓ 3 ફેબ્રુઆરી 2023થી ખોવાઈ ગયા હતા. ત્યારબાદ તેઓ મળ્યા નથી. તેઓ હોડીમાં કોમનવેલ્થ ડોમિનિકાથી સેન્ટ માર્ટીન ટાપુ ઉપર જતાં હતા. તેમજ ગ્વાડેલુપ ટાપુ ઉપર જોવા મળ્યાની શક્યતા છે. જોકે, અરજદારોએ સ્વીકાર્યું હતું કે, તેઓ ગેરકાયદેસર US જઈ રહ્યા હતા. જોકે આ મામલે વધુ સુનાવણી 15 માર્ચે હાથ ધરાશે.
આ સાથે જ કોર્ટમાં માનવ તસ્કરી ગેંગમાં ફસાયા હોવાની અરજદારની રજૂઆત કરવામાં આવી છે. કાયદેસરના વિઝા પર ગયા હોવાની અરજદારની રજૂઆત કરવામાં આવી છે. તેમજ છેલ્લા એક વર્ષથી ગુમ થયેલા 9 ગુજરાતીઓની ભાળ મળી શકે તે માટે કેન્દ્ર સરકાર તરફથી પણ ઘણા પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ આજ દીન સુધી આટલો પ્રયત્ન છતાં તેમની ભાળ મળી શકી નથી.


